સુરત જિલ્લાની શાળાઓ પૈકી બારડોલી અને મહુવા તાલુકાની શાળાનાં વિદ્યાર્થીઓએ ૧૧૯ કૃતિઓ રજુ કરી હતી. શાળામાં વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયો મહત્વનાં બની રહે છે. એ વિષય પર બાળકો સંશોધન કરે અને તેનામાં પડેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે હેતુથી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
બારડોલી તાલુકાની મઢી ગામની MK પટેલ શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન - surat news
બારડોલી: શૈક્ષણિક સત્રનાં ભાગ રૂપે રાજ્યનાં શિક્ષણ વિભાગનાં આદેશ અનુસાર સુરત જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિવિધ અભિગમો હાથ ધરાયા છે. સુરત જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બારડોલી તાલુકાની મઢી ગામની એમ .કે પટેલ શાળામાં ગણિત - વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
એમ .કે પટેલ શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન
વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર સંશોધન કરીને પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા.જેમાં ખુબ જ રસપ્રદ વિષયો હતા.જેમકે,વરસાદી પાણીનો સંગ્રહ , વીજળી બચાવો , ખેતીમાં કઈ રીતે લોકોને ફાયદો થઇ શકે તેવા વિષયો પર કૃતિ રજુ કરી હતી. તાજેતરમાં ઘાટી વિસ્તારમાં બનતા અકસ્માતો નિવારવા, હાઈ-વે સેફટી ઉપર પણ વિદ્યાર્થીઓએ મહત્વ ની કૃતિ રજુ કરી હતી . શાળાનાં આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.