સુરત: ઓલપાડ તાલુકાના દેલાસા ગામે પરણિત કૌટુંબિક મામાએ ભાણેજને પ્રેમ જાળમાં ફસાવી બળજબરી પૂર્વક સાથે રાખી શારીરિક શોષણ કરતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. હેવાનિયતની હદ પાર કરી હેવાન મામાએ ભાણેજ યુવતીના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી માર મારતા યુવતીની તબિયત નાજુક થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને ઓલપાડ પોલીસે હેવાન મામાને દબોચી લીધો હતો.
ભાણેજ પર નજર બગડી: ઓલપાડના દેલાસા ગામે રહેતો અને લુમ્સના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો નરાધમ દેલાસા ગામે પરણિત પત્ની સાથે રહે છે. પોતે પરણિત હોવા છતાં દેલાસા ગામે મામાના ઘરે આવેલ ભાણેજ પર નજર કૌટુંબિક મામા થતા આરોપીએ નજર બગાડી હતી અને પ્રેમ જાળમાં કાવ્યા(નામ બદલ્યું છે)ને ફસાવી હતી. વર્ષ 2020 માં ભગાડી લઇ ગયો હતો. જેતે સમયે કાવ્યા ગુમ થયાની ફરિયાદ પણ પોલીસ મથકે નોંધાઇ હતી.
'ઓલપાડ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ચોક્કસ બાતમીના આધારે હેવાન મામાને પોલીસે ઝડપી લીધો છે અને તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.' -જે જી મોડ, પીઆઇ, ઓલપાડ પોલીસ મથક
હેવાનિયતની હદ: નરાધમ મામાકાવ્યા(નામ બદલ્યું છે) જુદી જુદી જગ્યા પર લઈ જઈને રાખવા સાથે શારીરિક શોષણ કરતો હતો. મામાના ત્રાસથી બચવા કાવ્યા દેલાસા ગામે ભાગીને આવતા મામા તે વાતને લઈને કાવ્યાને કેબલના વાયર વડે છાતીના ભાગે હાથના ભાગે ઢોર માર માર્યો સાથે આટલું જ નહિ તેના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી ઈજાઓ પહોંચાડી હતી. હેવાનિયતની હદ પાર કરતાં તબિયત લથડી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
- Up love jihad case: એક મિસ્ડ કોલથી યુવતી બની લવ જેહાદનો શિકાર, પીડિતા ન્યાય માટે કોર્ટ પહોંચી
- Porbandar Crime : પતિએ પત્નીની હત્યા કરીને દોઢ વર્ષના બાળકને નોંધારું કર્યું