સમગ્ર દેશમાં આ અભિયાન શરૂ થયું છે સુરતઃઆગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારી અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા સુરતથી "મતદાતા ચેતના અભિયાન"નો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત અલગ અલગ વોર્ડમાં મતદારોને મતદાન માટે પ્રેરણા આપવામાં આવશે. આ ઉપરાંત મતદારોના નામ ઉમેરવા, મતદારોના સરનામા સુધારણા જેવા કાર્યો હાથ ધરવામાં આવશે.
વર્કશોપનું આયોજનઃ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મતદારો મતદાન પ્રત્યે જાગૃત બને તેમજ મતદારોની સંખ્યા વધે તે છે. મતદાર યાદી સુધારણા અંતર્ગત મતદાર જાગૃતિનું પણ કાર્ય કરાશે. તે જ રીતે સમગ્ર દેશમાં મહાનગરોના પ્રત્યેક વોર્ડમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં આજથી નવા મતદારોની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ તરફથી પણ આખા રાજ્યમાં આવેલ તમામ વિધાનસભા અને બૂથમાં આ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે...સી. આર. પાટીલ (પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત ભાજપ)
"મતદાતા ચેતના અભિયાન"માં ગુજરાત પ્રથમ રહેશેઃસચિનના કાનપુર કંસાર ખાતેથી શરૂ કરાયેલા અભિયાનમાં સુરત શહેરના ભાજપ અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરાની વિશેષ ઉપસ્થિતિ હતી. ખૂબ જ મોટી સંખ્યામાં નવા મતદારો ઉમેરાઈ રહ્યા છે. તેમની નોંધણી વિધાનસભા અને લોકસભાની મતદાર યાદીમાં થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણીવાર મહાનગર પાલિકા કે જિલ્લા પંચાયતમાં જે મતદાતાઓએ મતદાન કર્યું હોય છે. તેઓ એવું સમજે છે કે મારું નામ મતદાર યાદીમાં આવી ગયું છે. પરંતુ વિધાનસભામાં કાંતો પછી લોકસભામાં ઘણીવાર એ નામો નથી હોતા. તેથી તેમણે નવેસરથી ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરાવી દેવું આવશ્યક છે. આ ઝુંબેશ સંદર્ભે ભારતમાં ગુજરાતનો પ્રથમ નંબરે રહેશે.
-
Junagadh News: જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક તેમજ સાવજ દૂધ ઉત્પાદક સંઘની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા મળી, સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ - Meri Mitti Mera Desh Campaign: ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારો માંથી કુંભમાં માટી ઈલેક્ટ્રિક વાહનમાં દિલ્હી પહોચાડીશુંઃ પાટીલ