ગુજરાત

gujarat

ETV Bharat / state

હિન્દીમાં જન્મ દાખલો કોન્વેન્ટ સ્કૂલને મંજૂર નહીં, એડમિશનની ના પાડી, એબીવીપીનો ઉગ્ર વિરોધ - એડમિશનની ના

સુરતના પાંડેસરાની મેરી માતા કોન્વેન્ટ સ્કૂલે (Mary Matha Public School in Surat) હિન્દી ભાષામાં જન્મ દાખલો હોવાથી બાળકને એડમિશન આપવાની ના પાડી દીધી છે. યુપીના વતની ધર્મેન્દ્ર પાંડે પોતાના બાળકના સ્કૂલ એડમિશન માટે પહોંચ્યાં ત્યારે આ મામલો સામે આવ્યો છે. મુદ્દો ગરમાતાં (Surat School birth certificate Controversy ) એબીવીપી (ABVP Protest )દ્વારા ઉગ્ર વિરોધ પણ વ્યકત્ કરવામાં આવ્યો છે.

હિન્દીમાં જન્મ દાખલો કોન્વેન્ટ સ્કૂલને મંજૂર નહીં, એડમિશનની ના પાડી, એબીવીપીનો ઉગ્ર વિરોધ
હિન્દીમાં જન્મ દાખલો કોન્વેન્ટ સ્કૂલને મંજૂર નહીં, એડમિશનની ના પાડી, એબીવીપીનો ઉગ્ર વિરોધ

By

Published : Jan 2, 2023, 3:42 PM IST

યુપીના વતની ધર્મેન્દ્ર પાંડે પોતાના બાળકના સ્કૂલ એડમિશન માટે પહોંચ્યાં ત્યારે આ મામલો સામે આવ્યો છે

સુરતશહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક કોન્વેન્ટ શાળાએ (Mary Matha Public School in Surat) હિન્દી ભાષામાં જન્મ દાખલો હોવાથી છાત્રને એડમિશન આપવાની ના પાડી દીધી છે. ધર્મેન્દ્ર પાંડે ત્રણ વર્ષના પુત્રના એડમિશન માટે મેરી માતા શાળામાં એડમિશન મેળવવા માટે ગયા હતાં.રંતુ તેમને એડમિશન ફોર્મ પણ આપવાની ના પાડી દેવામાં આવી (Surat School birth certificate Controversy ) હતી કારણ કે તેમના પુત્રનો જન્મ દાખલો હિન્દીમાં છે.

આ પણ વાંચો આકાશ અંબાણીને ફોલો કરવા જતા 25 લાખનો ચુનો લાગ્યો

અંગ્રેજી જ જોઇએનો આગ્રહસુરત શહેરમાં એક અઠવાડિયા સુધી હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોતે કેન્દ્રિય પ્રધાન અમિત શાહે પણ હાજરી આપી હતી. ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન પણ સુરતથી છે. પરંતુ હાલ જે ઘટના સુરત શહેરથી સામે આવી છે તે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મેરી માતા શાળા (Mary Matha Public School in Surat) દ્વારા એક ત્રણ વર્ષીય બાળકને એડમિશન આપવામાં ના પાડી દીધી છે અને જેનું કારણ માત્ર એ છે કે તેનો જન્મ દાખલો અંગ્રેજીમાં નહીં પરંતુ હિન્દીમાં છે. સુરતમાં સેલ્સમેન તરીકે નોકરી કરનાર અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી ધર્મેન્દ્ર પાંડે મેરી માતા શાળામાં પોતાના બાળકનું એડમિશન કરાવવા માટે ગયા હતાં. પરંતુ તેમને એડમિશન ફોર્મ પણ આપવામાં આવ્યું (Surat School birth certificate Controversy ) નહોતું.

આ પણ વાંચો થર્ટી ફર્સ્ટે દારૂડિયાઓની પોલીસે બગાડી મજા, 210 પીધેલા પકડ્યા

એડમિશન ફોર્મ પણ ન આપ્યું મેરી માતા સ્કૂલમાં ધર્મેન્દ્ર પાંડે બાળકના એડમિશન માટે ગયાં ત્યારે તેમની પાસે અંગ્રેજીમાં જન્મ દાખલાની માંગણી કરાઇ હતી. જેમાં ધર્મેન્દ્ર પાંડે પાસે હાલમાં અંગ્રેજીમાં જન્મદાખલો નહીં હોવાનું અને પાછળથી આપવાનું કહ્યું. પરંતુ પ્રિન્સિપલે ફોર્મ આપવા ના પાડી અંગ્રેજીમાં જન્મ દાખલો લાવવા માટે 48 કલાકનો સમય (Surat School birth certificate Controversy ) આપ્યો. ધર્મેન્દ્ર પાંડેએ હવે જન્મદાખલા માટે યુપી જવું પડેે. બીજી તરફ વાલીએ સ્કૂલને લિગલ નોટિસની ચીમકી આપી છે.

બે દિવસની મોહલત આપવામાં આવી આ અંગે ધર્મેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે હિન્દીમાં લખાયેલા જન્મ દાખલાના આધારે એડમિશન આપવાની ના પાડી. સ્કૂલના ફાધરે કહ્યું કે હિન્દી અને ગુજરાતીમાં જન્મદાખલો લાવનારને એડમિશન અપાશે નહીં. સ્કૂલ સંચાલકે નિર્ણય બદલવાથી ઇન્કાર કરતાં અમે ડીઇઓને ફરિયાદ કરી હતી. મને માત્ર બે દિવસની મોહલત આપવામાં આવી હતી.

સ્કૂલની તપાસ કરાશેકોન્વેન્ટશાળાની મનમાની અંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હિમાંશુ બારોટે જણાવ્યું હતું કે, સ્કૂલની તપાસ કરાશે, પ્રવેશ અપાવવામાં આવશે. જન્મદાખલો કોઇપણ ભાષામાં હોય પ્રવેશ આપવો પડશે. જો આવી ફરિયાદ (Surat School birth certificate Controversy ) હશે તો અમે તપાસ કરીશું અને બાળકને પ્રવેશ અપાવીશું. નિયમ મુજબ હિન્દીના કોઇપણ પ્રમાણપત્રને અસ્વીકાર કરી શકાય નહીં.

એબીવીપી અને પોલીસ શાળાએ પહોંચી ઘટનાની જાણ થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો શાળા પર પહોંચી ગયા હતા અને જય શ્રી રામઆ અને વંદે માતરમાના નારા લગાવવાની શરૂઆત કરી દીધી હતી મામલો બિચકાતા (Surat School birth certificate Controversy ) શાળા દ્વારા પોલીસ ને અંગે સૂચના પણ આપવામાં આવી હતી અને પોલીસે શાળા પર પહોંચી ગઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરતના કાર્યકર મનોજે જણાવ્યું હતું કે, આ તદ્દન ખોટી ઘટના છે. હિન્દી ભાષા દેશભરમાં માન્ય છે. શા માટે તેઓ હિન્દીમાં જન્મ દાખલો હોવાના કારણે એડમિશન આપી રહ્યા નથી. એડમિશન નહીં આપવામાં આવશે ત્યાર સુધી અમે વિરોધ (ABVP Protest ) કરીશું.

હિન્દીની જગ્યાએ અંગ્રેજીમાં જન્મ દાખલો લઈને આવો જ્યારે શાળાના (Mary Matha Public School in Surat) આચાર્ય અને ફાધર સ્થાયન થોમસે જણાવ્યું હતું કે અમે એડમિશન આપી દીધું છે. અમે માત્ર જણાવ્યું હતું કે અંગ્રેજીમાં બર્થ સર્ટિફિકેટ તેઓ લઈને આવે. (Surat School birth certificate Controversy ) આ માટે બે દિવસનો ટાઈમ પણ આપ્યો હતો. અમે કીધું હતું કે હિન્દીની જગ્યાએ અંગ્રેજીમાં જન્મ દાખલો લઈને આવો.

ABOUT THE AUTHOR

...view details