ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની આ સંસ્થા શહીદોના 120 પરિવારને 3 કરોડની સહાય કરશે

સુરતઃ પુલવામામાં સહિત અન્ય આતંકી હુમલાઓમાં શહીદ થયેલા વીર જવાનોના 120 પરિવારને સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 2.51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે. 14 સેપ્ટમ્બરે યોજનાર આ કાર્યક્રમમાં દેશના રક્ષાપ્રધાન રાજનાથસિંહ સહિત ગુજરાતના રાજ્યપાલ ઉપસ્થિત રહેશે.

સુરતની આ સંસ્થા શહિદોના 120 પરિવારને 30.12 કરોડની સહાય

By

Published : Sep 13, 2019, 7:29 PM IST

Updated : Sep 14, 2019, 10:48 AM IST

14મી સપ્ટેમ્બરે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં “શહીદો ને સલામ” તૃતીય સન્માન સમારોહનું આયોજન કરાયુ છે. જેમાં ભારતના 24 રાજયમાંથી 120 પરિવાર સુરત શહેરના મહેમાન બનશે. દરેક પરિવારને 2,51,000 દીઠ કુલ 3 કરોડના ચેક અર્પણ કરાશે.

આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મારુતિ વીર જવાન ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યુ કે, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કથાકાર મોરારી બાપુ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના રક્ષાપ્રધાન રાજનાથસિંહ, કેબિનેટ પ્રધાન મનસુખભાઇ માંડવિયા, રિટાયર્ડ મેજર જનરલ જી. ડી.બક્ષી સાહેબ, અને A.T.S.ના પ્રમુખ એમ.એસ.બિટ્ટાસિંઘ ઉપસ્સ્થિ રહેશે.

સુરતની આ સંસ્થા શહિદોના 120 પરિવારને 3 કરોડની સહાય
દેશના શહીદ વીર જવાનોના પરીવારોને આર્થિક સહાય અને સન્માન મળી રહે તે માટે મારુતિ જવાન ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષ થી આ કાર્ય કરી રહ્યું છે. વર્ષ 2017માં આ ટ્રસ્ટે સુરતમાં પૂજ્ય કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયુ હતુંં. કથા દરમિયાન જે પણ દાનની રકમ પ્રાપ્ત થઇ તેની બેંકમાં ફીક્સ ડિપોઝીટ કરાઈ છે.ટ્રસ્ટી મથુર સવાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા એક રામકથાનુ આયોજન દેશના વીર જવાનો અને તેમના પરિવારના સહયોગ માટે કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ મન મુકીને દાન આપતાં 82 કરોડનું યોગદાન લોકો દ્વારા પ્રાપ્ત થયુ હતુ. આ ફંડની રકમના વ્યાજમાંથી ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વીર શહીદોના પરિવારને ચેક અર્પણ કરે છે. મારુતિ વીર જવાન ટ્રસ્ટ આપણા દેશના હિત માટે કાર્ય કરે છે. જેના વ્યાજમાંથી ગત વર્ષોમાં કુલ 56 પરિવારોને 2,51,000ની સહાય કરી છે.
Last Updated : Sep 14, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details