સુરત:સુરતનો કાપડ ઉદ્યોગ સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતો છે. અહીં રોજના પાંચ લાખ મીટર કપડું બનાવવામાં આવે છે. પરંતુ આ કાપડ ઉદ્યોગને હવે ગ્રહણ લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનામાં કાપડના વેપારીઓની હાલત કફોડી બની હતી. માંડ માંડ ઉદ્યોગ પાટે ચડ્યો હતો. વ્યાપારીઓને ક્યાંકને ક્યાંક આશા હતી કે દિવાળીનો પર્વ તેમના માટે સારો જશે. જો કે દિવાળીના સમયે પણ જે રીતની ગ્રાહકી હોવી જોઈએ તેવી જોવા મળી ન હતી. બાદમાં લગ્નસરાની સીઝન શરૂ થઈ હતી અને કાપડના વેપારીઓ દ્વારા અલગ અલગ શહેરો અને રાજ્યોમાં પોતાનો માલ મોકલ્યો પણ હતો. જોકે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, આ તમામ પાર્સલો હવે એક પછી એક રિટર્ન થઈ રહ્યા છે.
Surat Crime News: પિતાએ આપેલા ખેતીના રૂપિયા વપરાઈ જતાં યુવકે તાપી નદીમાં પડતુ મુક્યુ
કિંમત આશરે 75 લાખ રૂપિયા:માર્ચ એન્ડિંગ હોવાને કારણે વેપારીઓ પોતાનો હિસાબ ચોખ્ખો કરી રહ્યા છે, જેનો ભોગ સુરતના વેપારીઓ બની રહ્યા છે કારણકે વેપારીઓ દ્વારા નહીં વેચાયેલો માલ પરત કરવામાં આવી રહ્યો છે. આ સાથોસાથ જે વેપારીઓ પાસે સુરતના વેપારીઓને ચૂકવવાના પૈસા નથી ત્યારે તેઓ પણ પોતાનો માલ પરત કરી રહ્યા છે. રોજિંદા ત્રણ હજારથી વધુ પાર્સલો પરત આવી રહ્યા છે, જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા આકવામાં આવી રહી છે.
Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો
વેપારીઓમાં ચિંતા:ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, રીટન અને ગુડ્સની વાત કરવામાં આવે તો કાપડ ઉદ્યોગ માટે આ ચિંતાનો વિષય છે. સામાન્ય રીતે અમે માનીએ છીએ કે આઠથી દસ ટકા માલ પરત આવશે. પરંતુ હાલ માર્ચ એન્ડિંગ હોવાના કારણે જ્યારે અમે વેપારીઓ પાસેથી પેમેન્ટની ડિમાન્ડ કરીએ છીએ. ત્યારે જે માલનું વેચાણ થયું હશે. તેનું પેમેન્ટ અને બાકીના પાર્સલ તેઓ પરત મોકલી આપે છે. અનેકવાર વેપારીઓ વિચારતા હોય છે કે, માર્ચ એન્ડિંગ છે તો માલનું સ્ટોક શા માટે રાખીએ. વેપારીઓ આ પણ વિચારતા હોય છે કે, જુનો માલ પરત કરીને તેઓ નવો માલ મંગાવી લે જેના કારણે ગ્રાહકી વધશે.