સુરત :આ ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે, જેમાંથી 8ની હાલત ગંભીર જાણવા મળી રહી છે. તમામની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. કામદારોને અલગ અલગ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેટલાક કામદાર 30 થી 50 ટકાથી વધુ દાઝી ગયાં હોવાનું જાણવા મળ્યું છે. નાની મોટી ઈજાના 10 થી વધુ કામદારો પણ સારવાર મેળવી રહ્યા છે. જે સાત લોકોના મૃત્યું થયા છે, તેમાં એક નવસારીનો રહેવાસી છે અને અન્ય 6 લોકો અન્ય રાજ્યના છે. પોલિસના જણાવ્યા અનુસાર મૃતકોના નામ દિવ્યેશ પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનીલ કુમાર અને અભિષેક સિંહ છે.
એથર કંપનીએ સહાયની જાહેરાત કરી :મૃતકના પરિવારજનોને 50 લાખ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ઈજાગ્રસ્તોને 25 લાખ રુપીયાની સહાય આપવામાં આવશે. એથર કંપની દ્વારા મૃતકના પરિવારજનોની જવાબદારી લેવામાં આવી છે. મૃતકના બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી પણ ઉઠાવવામાં આવશે. જે મૃતકના પરિવારમાં ફક્ત માતા પિતા હોય તેમના જીવન નિર્વાહની જવાબદારી ઉઠાવવામાં આવશે.
કોણ છે કંપનીના માલિક ;અશ્વિન દેસાઈ સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. એથર ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર છે. અશ્વિન દેસાઈનું નામ પ્રખ્યાત ફોર્બ્સની યાદીમાં આવી ચૂક્યું છે. સચિન સ્થિત એથર કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં ગંભીર બેદરકારીનાં કારણે લાગેલ આગ લાગવાની ઘટના બાદ શેર બજારમાં રૂપિયા 77.80 ભાવ ઘટયા..!!!
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીનું નિવેદન : એથલ ઈન્ડસ્ટ્રીઝ આગની ઘટના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડો. જીજ્ઞાશા ઓઝાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, એથર ઈન્ડસ્ટ્રીઝ માં જે ઘટના બની છે તે અકસ્માત છે. પ્રાથમિક ધોરણે હાલ કંપનીની ભૂલ હોય એવું લાગતું નથી. કામદારો લાપત્તા છે ત્યારે ખબર પડી નહોતી. કોઈ પ્લાન્ડ ઈવેન્ટ છે નહિ. આ પ્રકારની ઘટના અનપ્લાન્ડ હોય છે. પ્રાથમિક દૃષ્ટિએ તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીની ભૂલ નથી. કંપનીની અંદર સેફ્ટીના સાધનો અને સેફ્ટી પોલીસી છે.