સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 100મી વખત રેડિયો પર ભારતના લોકોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરત સહિત દેશભરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સુરતના ચોર્યાસી વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ નિહાળ્યો હતો. 'મન કી બાત' કાર્યક્રમે જનસમૂહોને વાચા આપી લોકહૃદય જીત્યું છે.
મન કી બાતમાં અનેક બાબતો પર ચર્ચા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. મન કી બાત માં વડાપ્રધાને બહેનો, બાળકો, અંતરાળ વિસ્તારના લોકો, સેવાકીય પ્રવૃત્તિ કરતાં સમજસેવકો, રમતવીરો, મહિલાઓ, કોરોનાકાળમાં દૂર ગામડાઓમાં સેવા આપતા લોકો, વિદ્યાર્થીઓ, લઘુ ઉદ્યોગસાહસિકો જેવા જનસમૂહોની વાત રજૂ કરી તેમની વિચારયાત્રા અને કર્મયાત્રાને શબ્દો થકી દેશવાસીઓને રૂબરૂ કરાવી સમાજને પ્રેરણા પૂરી પાડે છે.
'દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આખા વિશ્વમાં દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિએ જે પ્રયોગ નથી કર્યો તે પ્રયોગ એમણે કર્યો છે. રેડિયો જેવો માધ્યમ લુપ્ત થવાના અણી પર હતો ત્યારે તેમણે રેડિયોના માધ્યમથી આપણા દેશવાસીઓનો સંપર્ક સાધ્યો. મન કી બાતના 100 જેટલા એપિસોડ તેમણે વિના વિઘ્ન આજે પૂર્ણ કર્યા છે. સંપૂર્ણ એપિસોડમાં એમણે કોઈપણ પોલિટિકલ વાત કરી નથી પરંતુ દેશ અને દુનિયામાં બનતા વિવિધ પ્રકારના બનાવોને બનાવાવાળા વ્યક્તિઓની વાત તેમણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જેના દ્વારા લોકોને પ્રેણા મળે લોકો એમાંથી કોઈ કામ કરવા માટે સક્ષમ બને તે દિશામાં આગળ વધે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રયત્ન કર્યો છે.' - સીઆર પાટીલ, પ્રદેશ અધ્યક્ષ, ભાજપ