સુરતના ઓલપાડથી મેંગ્રોવની વાવણીનો આરંભ સુરત : મિસ્ટી નામ સાંભળીને તમને લાગશે કે આ કોઈ મીઠાઈનું નામ છે. પરંતુ આ મિસ્ટી ભારતના કાંઠા વિસ્તારને હાઈ ટાઈડ સુનામી જેવી પ્રાકૃતિક આપદાઓથી સુરક્ષિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ભારતના કાંઠા વિસ્તારને પ્રાકૃતિક આપદાથી સુરક્ષિત કરવા માંગે છે આ જ કારણ છે કે તેઓ પાંચમી જૂનના રોજ મિસ્ટી પ્રોજેક્ટની શરૂઆત કરશે.
મેંગ્રુવના વાવેતરને પ્રધાનતા : મિસ્ટી પ્રોજેક્ટ અંતર્ગત કાંઠા વિસ્તારમાં મેંગ્રોવ વૃક્ષો ઉગાડવામાં આવશે.આ વૃક્ષને ચેર કે સુંદરીવૃક્ષના નામે પણ ઓળખવામાં આવે છે. સુરતની વાત કરવામાં આવે તો દાંડી, કડિયાબેટ, ડભારી અને ઝીણીના બે હેક્ટરમાં મેંગ્રોવ વાવણી કરાશે. અંદાજિત 100 હેક્ટરમાં મેંગ્રોવની વાવણી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પાંચમી જૂનથી દેશના 11 રાજ્ય તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ વર્ષમાં મેંગ્રોવના વાવેતરને પ્રધાનતા આપવામાં આવશે.
કાંઠા વિસ્તારમાં કુદરતી હોનારત અને સુનામી જેવી આપદા સામે રક્ષણ આપવા માટે મેંગ્રુવની વાવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિસ્ટી અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ ખાતે પાંચમી જૂનના રોજ વાવણી કરાશે. સુરતના દરિયા કિનારે મેંગરુ તવર પ્રજાતિ મળે છે...આનંદ કુમાર (સુરત વન વિભાગના ડીસીએફ )
દરિયાકાંઠા વિસ્તારવાળા રાજ્યો માટે : મિસ્ટી' પ્રોજેક્ટ અંતર્ગત મેંગ્રોવની વાવણી કરવામાં આવશે. 'મિસ્ટી' પ્રોજેક્ટ આવનાર વર્ષોમાં કુદરતી હોનારતો અને સુનામી સામે રક્ષા કવક્ષ બનશે. મિસ્ટી' એટલે ( મેંગ્રોવ ઇન્વેંટીવ ફોર શોરલાઈન હેબિટેટ એન્ડ ટેંગીબ ઈંકમ્સ ).વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના કારણે દેશના તમામ એવા રાજ્યો કે જે કાંઠા વિસ્તાર સાથે જોડાયેલા છે ત્યાં ક્યારેય પણ સુનામી અને પ્રાકૃતિક આપદા મોટું નુકશાન ન કરે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેંગ્રોવની વાવણીનો આરંભ કરાવશે.
1000 હેક્ટરમાં મેંગ્રોવનું સામ્રાજ્ય જોવા મળશે : આ પ્રોજેક્ટ માટે સુરત વન વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત શહેરના દાંડી કડિયાબેટ, છીણી અને અંતર્ગત આવનારા કાંઠા વિસ્તારમાં બે હેક્ટર વિસ્તારમાં મેંગ્રોવની વાવણી કરવામાં આવશે. ત્યારબાદ આવનાર દિવસોમાં હજીરાથી હાસોટ સુધી દરિયા કિનારે 1000 હેક્ટરમાં મેંગ્રોવનું સામ્રાજ્ય જોવા મળશે.
મેંગ્રુવની ખાસિયત : આ મેંગ્રોવ વૃક્ષની ખાસિયત છે કે આ ખારા અને મીઠા પાણીમાં ઉગે છે. એટલે કે જ્યાં પણ દરિયા અને નદી હોય તેના સંગમ સ્થાને આ ઉગતું હોય છે. આસ વનસ્પતિના કારણે સુનામી અને અન્ય દરિયાઈ પ્રાકૃતિક આપદાથી સુરક્ષા મળે છે. ઉલ્લેખનીય છે કે આખા દેશમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે. આશરે 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. અહીં અવારનવાર દરિયા કિનારે ભરતીથી લઈ અન્ય પ્રાકૃતિક આપદા આવવાની સંભાવના હોય છે.
- Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ
- Mangrove Forests: જાણો 24 કલાક ઓકિસજન આપતા ચેરના વૃક્ષ વિશે અવનવું
- 26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ: સુનામી અને તોફાન સામે સૈનિક થઈને ઉભા રહે છે આ ચેરના વૃક્ષો