ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળની પરિણીતાને દિલ્હીના ઇસમે પ્રેમજાળમાં ફસાવીને લઇ ગયો

સુરતના માંગરોળના લવેટ ગામની પરણિતાને દિલ્હીના ઇસમે ફોન દ્વારા પ્રેમજાળમાં ફસાવી ઉપાડી ગયો હતો. દિલ્હીના લોકેશન પરથી અત્યારે પરિણીતા પતિને ફોન કરી ઘરે લઈ જવાનું જણાવી રહી છે. ત્રણ વર્ષની બાળકીને પરિણીતા સાથે લઇને ગઇ છે.

રિણીતાને દિલ્હીના ઇસમે પ્રેમજાળમાં ફસાવીને લઇ ગયો
રિણીતાને દિલ્હીના ઇસમે પ્રેમજાળમાં ફસાવીને લઇ ગયો

By

Published : May 25, 2021, 12:01 PM IST

Updated : Jun 7, 2021, 9:07 PM IST

  • લવેટા ગામની પરિણીતાને દિલ્હી સ્થિત ઇસમે ફોન દ્વારા પ્રેમજાળમાં ફસાવી
  • અજાણ્યા શખ્સે કિમ ચારરસ્તા નજીક બોલાવી પરિણીતા અને બાળકીને લઈ ગયો
  • દિલ્હીના લોકેશન પરથી હાલ પરિણીતાએ પતિને ફોન કરી ઘરે લઈ જવા જણાવ્યું

સુરત :માંગરોળ તાલુકાના લવેટ ગામે રહેતી પરિણીતાને દિલ્હી સ્થિત ઇસમે ફોન દ્વારા પ્રેમજાળમાં ફસાવી પરિણીતાને તેની પુત્રી સાથે દિલ્હી ઉપાડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણીતાના પતિએ આ બાબતે માંગરોળ પોલીસ મથકમાં પત્ની અને તેની બાળકી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

કોકિલાબેન પર અવાર-નવાર અજાણ્યા શખ્સના ફોન આવતા
લવેટ ગામના ગોડાઉન ફળિયામાં રહેતા તેજાભાઈ પીરાભાઈ ચરમટા જેઓ બનાસકાંઠા પાલનપુરના વતનીછે. તેમણે લવેટ ગામના કોકિલાબેન સાથે લગ્ન કર્યા હોવાથી છેલ્લા 20 વર્ષથી તેઓ લવેટ ગામે પરિવાર સાથે રહે છે. તેમની પત્ની કોકિલાબેન પર અવાર-નવાર અજાણ્યા શખ્સના ફોન આવતા હતા. હું તને ખૂબ પ્રેમ કરું છું એવું કંઈ મીઠી મીઠી વાતો કરી કોકિલાબેનને પ્રેમજાળમાં ફસાવી દીધા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યું દુષ્કર્મ

પતિએ પત્ની કોકિલાબેન અને પુત્રી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી

તારીખ 29/3/2021ના રોજ કોકિલાબેન ઘરના સભ્યોને હું વાંકલ ગામે દવાખાને જાઉં છું એવું કહી પોતાની પુત્રી આકાંક્ષાને સાથે લઈ વાંકલ આવ્યા હતા. અજાણ્યા શખ્સે તેમને કીમ ચાર રસ્તા નેશનલ હાઈવે પર બોલાવી કોકિલાબેન અને તેની પુત્રી બન્નેને સાથે લઇ ગયો હતો. પતિ તેજાભાઈ અને પરિવારજનોએ પત્ની કોકિલાબેન અને પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેમનો ક્યાંય પત્તો ન મળતા પતિ તેજાભાઈએ માંગરોળ પોલીસ મથકમાં પોતાની પત્ની કોકિલાબેન અને પુત્રી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : ફેસબુક પર પ્રેમજાળમાં ફસાવી મહિલા સાથે છેતરપીંડી

કિલાબેનને લઇ જનાર ઇસમ બિહારનો છે

કોકિલાબેનના ફોન લવેટ ગામે રહેતા પતિ તેજાભાઈ ઉપર આવી રહ્યા છે. પત્ની કોકિલાબેને લવેટ ગામે પોતાને ઘરે લઈ આવવા જણાવી રહ્યા છે. તેમને લઈ જનાર ઈસમ બિહાર રાજ્યનો છે અને મારઝૂડ કરતો હોવાનું તેઓએ જણાવ્યું છે. તેમજ કોકિલાબેનના તે ફોનનું લોકેશન દિલ્હી નજીક બતાવી રહ્યું છે.

Last Updated : Jun 7, 2021, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details