માંડવી તાલુકામાં દીપડાનાં આંટાફેરા યથાવત સુરત:જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં છાશવારે દીપડો દેખાયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા કરે છે. ત્યારે વધુ એક વખત માંડવીમાં દીપડો દેખાયો છે. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો દેખાયો હતો. રાત્રીના સમયે 5 ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનીના બનાવ સામે આવ્યો નથી. અત્યાર સુધી ખેતી અને જંગલિય વિસ્તારો તો ઠીક પરંતુ હવે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખા દેતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
'દીપડાનાં આંટાફેરા ફેરાને લઈને પાંજરું ગોઠવવામાં આવ્યું છે. દીપડાએ કોઈ પણ પ્રકારની નુકશાની પાહોચડ્યાના સમાચાર મળ્યા નથી.' -વંદાભાઈ, RFO, માંડવી
સીસીટીવી કેમેરામાં કેદ:દીપડાની લટાર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે દીપડો ત્યાં આંટાફેરા મારી રહ્યો છે. દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામજનોએ આ અંગે વનવિભાગને જાણ કરી છે. જેથી વન વિભાગે પણ દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાંચ છ દિવસ અગાઉ માંગરોળ તાલુકાના મોટી પારડી ગામે નવાપરા ફળિયામાં રહેતા શંકરભાઈ વસાવા જેઓ પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. વહેલી સવારે તેઓના ફળિયામાં ખૂંખાર દીપડો આવ્યો હતો. ઘરઆંગણે બાંધેલી વાછરડીને ખેંચી ગયો હતો. ઘરની થોડે દૂર થઈ વાછરડીનો શિકાર કરી નિરાંતે મિજબાની માણી જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો.
માંડવીના અમલસાડ ગામે દીપડો જોવા મળ્યાની વાત ધ્યાને આવી છે, આ મામલે ત્યાં આસપાસના વિસ્તારોમાં હાલ પાંજરા મુકીને દીપડાને પાંજરે પુરવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.--વનવિભાગના ડીએફઓ (આનંદ કુમાર)
દીપડાની વસ્તી વધીને 104 થઇ:2017માં જયારે દીપડાની ગણતરી કરવામાં આવી હતી ત્યારે 40 દીપડા હતા, પરંતુ હાલમાં દીપડાની વસ્તી વધીને 104 થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપડાની આ લટાર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે મધ્ય રાત્રીના સમયે દીપડો દીવાલ કુદીને કમ્પાઉન્ડમાં આંટાફેરા મારી રહ્યો છે. આ સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
- દીપડાના આંટાફેરા યથાવત, વીડિયો થયો કેમેરામાં કેદ
- ગાંધીનગરમાં દીપડાની લટાર, વન વિભાગની 4 ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી