ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: સુરતમાં ચા પીવા માટે ગયેલો વ્યક્તિની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી - stabbed to death

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચા પીવા માટે ગયેલો વ્યક્તિને ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. રાહદારીઓ એકઠા થઇ જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હાલ તો આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં ચા પીવા માટે ગયેલો વ્યક્તિની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી
સુરતમાં ચા પીવા માટે ગયેલો વ્યક્તિની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી

By

Published : Aug 11, 2023, 1:36 PM IST

સુરતમાં ચા પીવા માટે ગયેલો વ્યક્તિની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી

સુરત: શહેરમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ હાઉસિંગ ચોકડી પાસે રહેતો 23 વર્ષીય રાજ અભિમન્યુ સ્વાઇ જેઓ ગઈકાલે રાતે 11 વાગે પોતાના મિત્રો સાથે ચા પીવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન અન્ય બે બાઈક ઉપર ચાર વ્યક્તિઓ રાજના બાઇકને પાછળથી ટક્કર મારતા તેઓ પટકાઈ ગયા હતા. તે સમય દરમિયાન કેમ ટક્કર મારી છે. એમ પ્રતિકાર કરતા બાઈક ઉપર આવેલા ઈસમો દ્વારા રાજ અને તેના મિત્રો ઉપર ચાકુથી હુમલો કર્યો હતો.

હુમલાખોરો ફરાર: આ જોતા જ રાહદારીઓ એકઠા થઇ જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. રાજ અને તેના મિત્રને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં રાજનું ટૂંકી સારવાર બાદ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

"બાઈક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી.જેને લઈને રાજ અને તેમના મિત્ર અમીષ તે ઈસમો જોડે જીભાજોડી કરતી સામેના ઈસમો દ્વારા રાજ અને તેના મિત્ર ઉપર ચાકુથી હુમલો કર્યો હતો.આ જોતા જ સ્થાનીકો રોડ ઉપર આવી જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા"-- એન.કે.કેમેલીયા (પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર)

ટૂંકી સારવાર બાદ મોત: વધુમાં જણાવ્યું કે, રાજને પેટના ભાગે ચાકુના ચાર ઘા મારવામાં આવ્યા હતા. જેથી તે લોહીલુહાણ હાલતમાં અને તેમનો મિત્રની પણ આ હાલત જોઈ લોકો તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં રાજનું આજે સવારે 9 ની આસપાસ ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું. રાજ છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે સુરતમાં રહે છે. તે ચાની લારી ચલાવી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.હાલ તો અમીષ ની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અને આ મામલે અમારી તપાસ ચાલી રહી છે.

  1. Surat Crime News : પીપોદરાના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી હત્યા કરી મૃતદેહની બાજુમાં સૂતા રહ્યા
  2. Surat Crime: સુરતમાં બંટી બબલીએ જવેલર્સના માલિક સાથે મળી કરી 12 જવેલર્સ સાથે કરોડોની ઠગાઈ

ABOUT THE AUTHOR

...view details