ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાનના મીમ્સનો વીડિયો બનાવીને વાયરલ કરનારા કિશન રૂપાણીની સુરત પોલીસે કરી ધરપકડ - Vijay Rupani funny video

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરી વાયરલ કરનાર સુરતના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વીડિયો વાયરલ કરનારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. સુરતના કિશન રૂપાણી દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરી તેમની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

surat
surat

By

Published : Apr 13, 2021, 12:49 PM IST

Updated : Apr 13, 2021, 2:24 PM IST

  • મુખ્યપ્રધાનની છબીને હાનિ પહોંચાડનાર વ્યક્તિની પોલીસે કરી ધરપકડ
  • ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી
  • વીડિયો એડિટ કરી વાયરલ કરેલો

સુરત: શહેરમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં મૃતદેહોના આંક હોય કે પછી લોકડાઉન અંગેની ચર્ચા હોય ઘણી બધી અફવાઓ સતત ફેલાઈ રહી છે. સુરતના કિશન રૂપાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરીને તેમની છબી બગાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરાયો તેમજ લોકોમાં ગભરાટ ફેલાય તેવું કૃત્ય કરતા યુવકને ઝડપી પાડ્યો છે.

મુખ્યપ્રધાનની છબીને હાનિ પહોંચાડનાર વ્યક્તિની કરાઈ ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચની IT ટીમ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી રહી છે. કોરોનાને લઇ કોઈપણ પ્રકારની અફવાના પગલે આ માટે તકેદારી રાખવામાં આવી રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રતિષ્ઠા અને ગરિમાને હાનિ પહોંચે તે પ્રકારનો વીડિયો એક શખ્સ દ્વારા મૂકવામાં આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર gujju_smilly આઈડી યુઝર કિશન રૂપાણીએ મુખ્યપ્રધાનની છબી ખરડાય તે માટે ઇરાદાપૂર્વક વીડિયો એડિટિંગ કરીને મૂક્યો હતો. જેની ઉપર ક્રાઇમ બ્રાન્ચની નજર પડી અને આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાનના મીમ્સનો વીડિયો બનાવીને વાયરલ કરનારા કિશન રૂપાણીની સુરત પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: દેશમાં પ્રથમવાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી

પાંચ લાખથી વધુ ફોલોઅર્સ

ક્રાઈમ બ્રાન્ચ ટેકનિકલ ટીમ સોશિયલ મીડિયા ઉપર સતત મોનીટરીંગ કરી રહી છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર એપ્લિકેશન યુઝ કરનાર 28 વર્ષીય કિશન રૂપાણીની આ જ કારણે ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગરને એક જ દિવસમાં રૂપિયા 395 કરોડના વિકાસ કામોની ભેટ

પોલીસે કરી ધરપકડ

સુરતના એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરનાર કિશન રૂપાણી ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રતિષ્ઠા અને ગરિમાને હાનિ પહોંચે તેવો ફોટો અને ઓડિયો ક્લિપ સાથે એક વીડિયો બનાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વીડિયો એપ્લિકેશનના માધ્યમથી બનાવ્યો હતો. આરોપી કિશન રૂપાણી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. એટલું જ નહીં તેના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ પણ છે.

Last Updated : Apr 13, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details