નદીમાં નાહવા પડેલા બે પૈકી એક યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો સુરત:જિલ્લાના કામરેજનાં દિગસ-ધાતવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં શ્રમજીવીનું ડૂબી જવાથી મોત થયું છે. નદીના બ્રીજ ઉપર એક્સ્પ્રેસ વે બ્રીજની ચાલી રહેલી કામગીરીમાં કામ કરતા બે શ્રમજીવી પરપ્રાંતિય ભાઇઓ પૈકી એક ભાઇ તાપી નદીનાં પાણીમાં ડૂબી જતા જિલ્લા ફાયર હેડ ક્વાર્ટર બારડોલીની ટીમ દ્વારા શોધખોળ કરતા ચકચાર મચી ગઇ હતી. કામરેજ પોલીસ મથકનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તાપી નદીના ઊંડા પાણીમાં ગરક યુવકની શોધખોળ 'યુવક તાપી નદીમાં ડૂબી ગયો હોવાનું જાણવાં મળતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ બોટ સહિતના ફાયર સાધનો સામગ્રીથી શોધખોળ કરાઈ રહી છે. પાણીનો વહેણ ઊંડો હોવાથી થોડી મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા ચાર કલાકની અમારી ટીમ શોધખોળ કરી રહી છે.'-પી.બી ગઢવી, ફાયર ઓફિસર, સુરત
નહાવા માટે ઉતાર્યા હતા નદીમાં: પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં કામરેજ તાલુકાના દિગસથી ધાતવા તાપી નદી ઉપર એક્સ્પ્રેસ વે બ્રીજની કામગીરી ચાલી રહી છે. ત્યારે જે એજન્સીમાં કામ કરતા બે શ્રમજીવી લેબર શાહિદુલ અલી એહમદ અલી ખાન ઉ.વ.28 ધંધો-લેબર મુળ રહે જામુવાબારી થાણા દુબરી(આસામ) અને જેનો ભાઇ કેપીઉલ અલીહક અહમદઅલી ખાન ઉ.વ.32 હાલ રહે દિગસ ગામ તાપી નદી કિનારે બ્રીજ કામનાં પડાવ ઉપર બંને ભાઇઓ આજે નવરાશની પળોમાં બ્રીજની ચાલી રહેલી કામગીરી દરમ્યાન જેમનાં નહાવા માટે પડાવ પાસેથી પસાર થતી તાપી નદીમાં બંને ભાઇઓ પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા.
એક શ્રમજીવીનો આબાદ બચાવ:ઉંડાણ હોવાથી સમયસુચક્તા વાપરી બંને ભાઇ પૈકી મોટો ભાઇ કંપીઉલ અલીહક અહમદઅલી ખાન સુરક્ષીત તાપી નદી કિનારે આવી જઇ જેનો આબાદ બચાવ થયો હતો. ત્યારે જેની નજર સમક્ષ નાનો ભાઇ શાબ્દુિલ એહમદઅલી ખાન તાપી નદીનાં ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. મોટા ભાઇએ બુમા બુમ કરતા લોકો દોડી આવ્યા હતા. તેમ છતા પણ પત્તો નહીં લાગતા અંતે કામરેજ ફાયરબ્રીગેડની ટીમને જાણ કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલી જિલ્લા ફાયર હેડ ક્વાર્ટર બારડોલીની ટીમે તાપી નદીના ઊંડા પાણીમાં ગરક યુવકની શોધ ખોળ કરી હતી. તેમજ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી.
- Surat News: હરિયાલ GIDCમાં યાર્ન બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી
- Ladakh: લદ્દાખમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં પડતાં નવ જવાનોના મોત, એક ઈજાગ્રસ્ત