સુરતવિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થતા સમસ્ત આદિવાસી(Tribal society) સમાજ મુખ્યપ્રધાનના પદને લઈને પ્રસ્તાવ સામે આવ્યો છે. બારડોલીખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી ધારાસભ્યને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેમજ કેબિનેટઅને રાજ્ય કક્ષાએ પણ યોગ્ય સ્થાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આદિવાસી ધારાસભ્યને મુખ્યપ્રધાન બનાવો: સમસ્ત આદિવાસી સમાજ આદિવાસી સમાજબારડોલી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા રાજ્યમાં નવી બની રહેલી સરકારમાં આદિવાસી મુખ્યપ્રધાન હોય તેવી માંગ કરવામાં આવી છે.બારડોલી સર્કિટ હાઉસ ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપ ગરાસીયા સહિતના નેતાઓએ આ માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતના વિકાસમાં આદિવાસીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ત્યારે આદિવાસી સમાજમાંથી મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી અમારી લાગણી છે.
મુખ્યપ્રધાન નથી મળ્યાબારડોલી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા આદિવાસી સમાજના અધ્યક્ષ ડૉ. પ્રદીપ ગરાસીયાએ રાજ્યમાં આદિવાસી મુખ્યપ્રધાન હોય તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતની કુલ 27 આદિવાસી અનામત બેઠકો પૈકી ભાજપે 24 જેટલી બેઠકો પર જીત મેળવી છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાંથી અન્ય 15 ધારાસભ્યો પણ સરકારમાં આવ્યા છે. છેલ્લા 27 વર્ષથી એક જ સરકાર છે છતાં હજી સુધી આદિવાસીને મુખ્યપ્રધાન પદ મળી શક્યું નથી. આ વખતે આદિવાસી ધારાસભ્યમાંથી કોઈ એકને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી આદિવાસી સમાજની માગછે.
યોગ્ય સ્થાન આપવા માગઆ ઉપરાંત તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી આદિવાસી ધારાસભ્યોને મંત્રીમંડળમાં પણ આદિજાતિ વિકાસ કે પર્યાવરણ મંત્રાલય જ આપવામાં આવતું હતું. આગામી સરકારમાં આદિવાસી ધારાસભ્યોને મહેસુલ, ગૃહ મંત્રાલય, નાણામંત્રાલય જેવા મહત્વના ખાતા પણ આપવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજ કરી રહ્યો છે.
ધારાસભ્યો અનુભવીઆ વખતે ચૂંટાયેલા આદિવાસી ધારાસભ્યો પૈકી મોટાભાગના ધારાસભ્યો અનુભવી, કુનેહબાજ અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમને યોગ્ય સ્થાન આપવામાં આવે. આ ઉપરાંત બોર્ડ અને નિગમના ચેરમેન તરીકે પણ આદિવાસી ધારાસભ્યને પ્રાધાન્ય આપવામાં આવે તેવી આદિવાસી સમાજની માગ છે. આ મુદ્દે આગામી દિવસોમાં એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા જનાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા જ મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ ના નામની જાહેરાત કરી છે. ત્યારે ભાજપ હાઈકમાન આદિવાસીઓની રજૂઆત પર શું પગલાં લે છે તે જોવું રહ્યું.