સુરત :એ કાપ્યો જ છે..એ લપેટ..આ નારાથી આગામી સમયમાં આકાશ ગુંજી ઉઠશે...જી હા, ઉતરાયણ પર્વ લઈને કાઉનડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે પતંગરસિયાઓ ઉતરાયણની તૈયારીમાં વ્યસ્ત થયા છે. તો બીજી તરફ રોજગારી માટે (Surti Manja door) પણ ઉતરાયણ કેટલાય લોકો માટે મદદરૂપ સાબિત થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારોમાં અવનવા પતંગ આવી ચૂક્યા છે. પતંગ સાથે જ દોરીની પણ ખરીદી પતંગરસિયાઓ મન મૂકીને કરી રહ્યા છે, ત્યારે આ સુરતી માંજો આટલો પ્રખ્યાત કેવી રીતે થયો અને શું કારણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. (Surti manjo)
બે પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છેગુજરાત અને અન્ય રાજ્યોના લોકો સુરતી માંજાની માંગ વધુ કરે છે. સુરતી માંજા માટે લોકોની ભારે ભીડ દુકાનની બહાર જોવા મળે છે. દુકાન બહાર કારીગરો દોરી માંજી રહ્યા છે. લોકો પતંગ, દોરીના બોબીન, ફીરકીઓની ખરીદી ભારે ઉત્સાહથી કરી રહ્યા છે. સુરતના ભગવાનદાસ સુરતી માંજા વાળા છેલ્લી બે પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભગવાનભાઈ અને હસમુખભાઈ બંને ભાઈ હતા અને બંને ભાઈઓએ 1957માં ભાગળ ખાતે સૌ પ્રથમ એક સાથે ભગવાનદાસ નામથી દુકાનની શરૂઆત કરી હતી. (Makar Sankranti in Surat Surti manjo)
હવે મશીનનો ઉપયોગ થાય છેસુરતી માંજો માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કારણ કે દોરી માંજવાની રીત અન્ય લોકો કરતા અલગ છે. આ અંગે ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, પહેલા અને હાલ જે રીતે માંજા તૈયાર કરવામાં આવે છે. તેમાં ઘણો ફેર આવી ગયો છે. પહેલા હાથથી દોરી ઘસાતી હતી તેમજ રેટિયોથી દોરી વીટવામાં આવતી હતી, કુલ 4 લોકો આ પ્રક્રિયામાં જોડતા હતા, પરંતુ સમયની સાથે ટેકનોલોજી આવી અને હવે મશીનનો ઉપયોગ થાય છે. સામાન્ય સફેદ કોટનની દોરીને આવવાની સુરતની વિશેષ રીત છે. સુરતી માંઝા અને તૈયાર કરવામાં સરસ, પાવડર, મેંદો, જે કલરની દોરી કરવાની હોય તે કલર વગેરેનો ઉપયોગ કરીને માંજો તૈયાર કરવામાં આવે છે. (makar sankranti festival)
તાપીનું પાણી વિશેષ અને ખાસ છેસાથે તેઓએ જણાવ્યું હતું કે, સુરતનું તાપીનું પાણી વિશેષ અને ખાસ છે. સુરતના પાણીના જ લીધે દોરી પર કલર ચડે છે. આજે આ પાણીના લીધે જ સુરતી માંજો વિશ્વ વિખ્યાત છે. માંજો તૈયાર કરતા પહેલા સરસને સમગ્ર ગરમ કરી ઓગાળવામાં આવે છે અને આખી રાત તેને રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં બાકીની તમામ સામગ્રીઓ મેળવવામાં આવે છે અને પછી ચરખા પર વિશેષ રીતે સુરતી માંઝાને પાવામાં આવે છે. ચાર મહિના સુધી ઉતરાયણની તૈયારી કરવા માટેનો સુરતી માંજો તૈયાર કરીએ છીએ. (Surti Manja door)