ગુજરાત

gujarat

ETV Bharat / state

Silver kite And Firki : સુરતના કારીગરોએ બનાવી ચાંદીની પતંગ અને ફીરકી, જાણો શું હશે ભાવ - Makar Sankranti 2023

ઉતરાયણના પર્વ પર રંગબેરંગી પતંગો (Makar Sankranti festival in Surat) હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, પરંતુ સુરત ખાતે એક ટેક્સ્ટાઇલના વેપારીએ પોતાના પ્રિયજનો માટે એવી પતંગ તૈયાર કરાવી છે. જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જશે કારણ કે આ ખાસ પતંગ અને ફીરકી ચાંદીથી તૈયાર કરવામાં આવી છે. (Surat in Silver kite firki make)

Silver kite And Firki : સુરતના કારીગરોએ બનાવી ચાંદીની પતંગ અને ફીરકી, જાણો શું હશે ભાવ
Silver kite And Firki : સુરતના કારીગરોએ બનાવી ચાંદીની પતંગ અને ફીરકી, જાણો શું હશે ભાવ

By

Published : Jan 12, 2023, 3:29 PM IST

Updated : Jan 12, 2023, 5:26 PM IST

સુરતમાં ખાસ તૈયાર કરાવવામાં આવી ચાંદીની પતંગ અને ફીરકી

સુરત : શહેરમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ટેક્સટાઇલના વેપારીએ સુરતના એક જ્વેલર્સ પાસે ફીરકી અને ચાંદીનો પતંગ તૈયાર કરાવી છે. ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવી છે. વેપારીએ આ ખાસ પતંગ પોતાના પ્રિયજનને આપવા માટે તૈયાર કરાવી છે. પરંપરા મુજબ ઉત્તરાયણના પર્વ પર ભેટ સ્વરૂપ પતંગ અને ફીરકી આપવામાં આવતી હોય છે. જેથી વેપારીએ પોતાના પ્રિયજન માટે ખાસ સિલ્વરની પતંગ અને ફીરકી બનાવવી છે.

મોટી પતંગ 350 ગ્રામના ચાંદીમાં તૈયારચાંદીના ફિરકી અને પતંગની ખાસિયતની વાત કરવામાં આવે તો નાની મોટી સાઈઝમાં તૈયાર કરવામાં આવી છે. મોટી પતંગ 350 ગ્રામના ચાંદીમાં તૈયાર થઈ છે જેની કિંમત 35થી 40 હજાર રૂપિયા સુધીની છે. જ્યારે બીજી બાજુ નાની પતંગ માત્ર 7 ગ્રામ લઈને 125 ગ્રામ સુધીની ચાંદીમાં તૈયાર થઈ છે. જેની કિંમત 20,000 રૂપિયા સુધી છે મોટી પતંગ એક દોઢ ફૂટે લાંબી છે.

આ પણ વાંચોMakar sankrati 2023: કાચા માલના ભાવ વધવાને કારણે પતંગોના ભાવમાં વધારો

લગ્ન સમારોહમાં પણ પતંગ ઉપહારઆ ચાંદીની પતંગ બનાવનાર પંકજ ખેતાએ જણાવ્યું હતું કે, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં પતંગ મહોત્સવ પર લોકો પોતાના પ્રિયજનોને પતંગ ભેટમાં આપતા હોય છે. ખાસ કરીને લગ્ન સમારોહમાં પણ પતંગ ઉપહાર તરીકે આપવામાં આવે છે. જોકે હાલ ઉતરાયણનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે સુરતના એક ટેક્સટાઇલના વેપારીએ પોતાના પ્રિયજનને પતંગ અને ફીરકી આપવા માટે ખાસ ચાંદીની પતંગ અને ફીરકીનો ઓર્ડર આપ્યો હતો. જેના અનુસંધાને અમે ચાંદીની પતંગ અને ફીરકી બનાવી હતી.

આ પણ વાંચોMakar Sankranti 2023: પક્ષી બચાવવા માટેનું કરુણા અભિયાન, 8000 સ્વયંસેવકો ખડેપગે

રજવાડી ડિઝાઇનસાથે તેઓએ જણાવ્યું હતું કે, એક મહિનાની મહેનત બાદ આ પતંગ તૈયાર અને ફીરકી તૈયાર કરવામાં આવી છે. રજવાડી ડિઝાઇન અને ખાસ કરીને મીનાકારી કરીને આ પતંગને ડિઝાઇન આપવામાં આવ્યું છે. હાલ આ એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો જોઈ રહ્યા છે. કારણ કે સોના અને ચાંદીના ભાવ ભવિષ્યમાં બધી પણ શકે છે. બીજી બાજુ જે ફીરકી તૈયાર કરવામાં આવી છે. જે ફીરકી તૈયાર કરાઈ છે તે ચાંદીમાં છે અને જેમાં 1000 વાર સુધીનો દોરો પણ લે પેટી શકાય છે. લોકો આ ફિરકીને વાપરી પણ શકે છે. આ ફીરકીની કિંમત 20,000 રૂપિયા છે. (Makar Sankranti 2023)

Last Updated : Jan 12, 2023, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details