ગુજરાત

gujarat

ETV Bharat / state

Makar Sankranti 2023 Surat : પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો, PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ - PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ

મકરસંક્રાંતિ 2023 સુરત (Makar Sankranti 2023 Surat )માં ધૂમ મચાવી છે. એકતરફ પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો (Price Hike in Kites Accessories ) છે. તો બીજીતરફ પતંગ દોરી સહિતની વેરાયટી પણ ધ્યાન ખેંચી રહી છે. સુરતમાં પતંગપ્રેમીઓની PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ (Demand for kites with PM Modi Photo) નીકળી છે.

Makar Sankranti 2023 Surat : પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો, PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ
Makar Sankranti 2023 Surat : પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો, PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ

By

Published : Jan 11, 2023, 6:42 PM IST

ઉતરાયણની એસેસરીઝની કિંમતોમાં 30 થી 35 ટકા જેટલો વધારો

સુરત સુરતીઓના મનપસંદ તહેવાર મકરસંક્રાંતિ 2023 (Makar Sankranti 2023 Surat )ને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં પતંગ દોરાની ખરીદીનો માહોલ દેખાઈ રહ્યો છે. બીજી તરફ આ વર્ષે પતંગ દોરા સહિત ઉતરાયણની એસેસરીઝની કિંમતોમાં 30 થી 35 ટકા જેટલો વધારો (Price Hike in Kites Accessories )થવા પામ્યો છે. પતંગના 100 નંગ દીઠ અને બોબીનના એક નંગ દીઠમાં આ વર્ષે 30 થી 35 ટકાનો વધારો થયો છે. ઉતરાયણમાં આ વખતે લોકોએ વધુ પૈસા ખર્ચીને પતંગની મજા (Surat Makar Sankranti News)માણવી પડશે.

રાંદેરના પતંગો સૌથી જૂના ઉતરાયણ પર્વ (Makar Sankranti 2023 Surat )ને હવે થોડા દિવસોની વાર છે ત્યારે બજારમાં પતંગ દોરાની ખરીદી શરૂ થઈ ગઈ છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના ભાવોમાં વધારો (Price Hike in Kites Accessories )થયો છે. સુરતના ડબગરવાડમાં અલગ અલગ જગ્યાઓથી પતંગ આવે છે. ખાસ કરીને સુરતના રાંદેરમાં બનતા પતંગો સૌથી જૂના માનવામાં આવે છે. ઓટલે મહિલાઓ પતંગ બનાવતી જોવા મળતી હોય છે.

આ પણ વાંચો મકરસંક્રાંતિમાં મજાનો માંજો, દેશ વિદેશમાં સુરતી માંજાને ટક્કર આપનાર કોઈ નહીં

પતંગોના ભાવોમાં 30થી 35 ટકા જેટલો વધારો સુરતમાં આ સિવાય ખંભાત ,હરિયાણા, પંજાબ સહિતના બજારોમાંથી પણ મોટી સંખ્યામાં સુરતમાં પતંગો આવે છે. ખંભાતના પતંગો પણ તેની બનાવટના કારણે વખણાય છે. પરંતુ આ વખતે આ તમામ જગ્યાએથી આવતા પતંગોના ભાવોમાં 30થી 35 ટકા જેટલો વધારો (Price Hike in Kites Accessories )નોંધાયો છે. જેના પાછળના કારણો પતંગની બનાવટમાં વપરાતા કાગળ અને લાકડીના થયેલા વધારા સહિત ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં થયેલા વધારાને માનવામાં આવે છે. જ્યારે આ વર્ષે પતંગની સાથે સાથે દોરીમાં પણ વધારો થયો છે. જે 5000 વારની દોરીનું જે બોબીન 300 રૂપિયામાં મળતું હતું તે હવે 390માં મળે છે.

લાકડી આસામ અને કલકત્તાના બજારમાંથી આવે છે પતંગ વિક્રેતા પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે પતંગનો વ્યવસાય અમારો ઘણો જૂનો વેપાર છે. પરંતુ આટલા વર્ષોમાં પ્રથમ વખત ભાવમાં આટલો મોટો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ પતંગની બનાવટમાં વપરાતી ચીજવસ્તુઓમાં થયેલો વધારો છે. પતંગમાં વપરાતી લાકડી આસામ અને કલકત્તાના બજારમાંથીથી આવે છે. જ્યારે કાગળ દિલ્હીથી આવતો હોય છે. આ તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ પતંગ બનાવનાર મજૂરોની મજૂરીમાં 200 થી 250 રૂપિયાનો વધારો (Price Hike in Kites Accessories )થયો છે. જોકે ઉતરાયણને એક સપ્તાહની વાર છે ત્યાં સુધીમાં પતંગોની વધુ માગ નીકળશે.

આ પણ વાંચો સુરતમાં 16 દેશોના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો

PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ પતંગ વિક્રેતા પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરવાળી પતંગ પણ હાલ ડિમાન્ડમાં (Demand for kites with PM Modi Photo) છે. સાથોસાથ આઝાદી કા અમૃત મહોત્સવવાળી પતંગ પણ લોકો પસંદ કકરી રહ્યા છે. ડબગરવાડમાં રાતદિવસ દોરી ઘસવામાં આવી રહી છે. ત્યારે બજારમાં ખરીદીનો માહોલ દેખાઈ રહ્યો છે અને સુરતીઓ કોઈપણ તહેવારને ધામધૂમથી મનાવવામાં માને છે. ખાસ ઉતરાયણનો તહેવાર(Makar Sankranti 2023 Surat ) એ સુરતીઓનો મનપસંદ તહેવાર છે અને તેમાં તેઓ ધૂમ ખર્ચો (Price Hike in Kites Accessories )કરતા હોય છે. અત્યારથી જ બહારના શહેરોમાં રહેતા લોકો પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details