સુરત:દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન "મૈડૂસ"ની અસર(Effect of cyclonic storm Maidoos) જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની આગાહી(Normal rainfall forecast in South Gujarat) કરાઈ છે. "મૈડૂસ" પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. છ કલાકે 12 km નું અંતર કાપી રહ્યું છે. આવતીકાલે ગુજરાતના વાતાવરણ પર અસર કરશે.
ખેડૂતો ચિંતામાં:કમોસમી વરસાદને ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત મૈડુસને લઈને હાલ તો ખેડૂતો ચિંતામાં છે. જો કમોસમી વરસાદ વરસશે તો શાકભાજી સહિત બાગાયતી પાકોને નુકશાન થશે અને ખેડૂતોનું વર્ષ બગડવાની સંભાવના છે. કમોસમી વરસાદના કારણે અવાર નવાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવે છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કમોસમી વરસાદ ન વરસે તેની ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે