મહુવાની પૂર્ણા નદીમાં આધેડ પાણીમાં તણાયા, શોધખોળ શરુ
સુરતઃ જિલ્લાના મહુવા તાલુકાની પુર્ણા નદીમાં જામણીયા ગામના એક આધેડ તણાઇ ગયા હતા. જે અંગે બારડોલી ફાયર બ્રિગેડને જાણ થતાં વૃધ્ધાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
surat
સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં જામણીયા ગામે રહેતા ગણપતભાઈ પરષોતમભાઈ મિસ્ત્રી (ઉં.વ. 63) વડીયા ગામેથી પસાર થતી પુર્ણા નદીના કિનારે હાથ-પગ ધોવા માટે ગયા હતા. જે દરમિયાન આધેડનો પગ લપસી જતાં પાણીના વહેણમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ વડીયા ગામે પહોંચી ગઈ હતી. જ્યાં ટીમે પુર્ણેશ્વર મહાદેવ મંદિર નજીકના પાણીમાં વૃધ્ધની શોધખોળ હાથ ધરી છે.