- સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
- 13 માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો
- જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો
સુરત: જિલ્લાના મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 13 માર્ચે મોહનભાઈ ઢોડિયાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હાલમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી
સુરત જિલ્લાના મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે પોતાની સાથે સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવવા અને આઇસોલેટ થવા માટે જણાવ્યુ હતું. મોહનભાઈએ ગત 13 માર્ચે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધ હતો. ત્યારબાદ પણ તે પોઝિટિવ આવ્યા છે. જેને લઈ ભારે ચકચાર મચી છે.
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી, પૂર્વ ધારાસભ્ય આવ્યા કોરોના પોઝિટિવ
ત્રણ દિવસ ગ્રામ્ય વિસ્તારમાં 100થી વધુ કેસો નોંધાય રહ્યા છે
ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે અને છેલ્લા 3 દિવસથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં 100થી વધુ કેસ નોંધાય રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રેપિડ ટેસ્ટ દરમિયાન પણ અનેક જગ્યાએ પોઝિટિવ કેસો મળી રહ્યા છે.