ગુજરાત

gujarat

ETV Bharat / state

Maha Shivratri 2023 : સુરતમાં 2351 કિલોના પારદ શિવલિંગ દર્શન માત્રનો મોટો મહિમા, કેન્સર પીડિતો પણ સાજા થયા

મહાશિવરાત્રીની પાવન ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે સુરતના શિવભક્તોમાં પાલ વિસ્તારના અટલ આશ્રમમાં પારાના શિવલિંગની પૂજા માટે અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે. આ મંદિરમાં 2351 કિલો પારાનું શિવલિંગ છે. શિવભક્તોનું માનવું છે કે આ મંદિરના દર્શન કરનાર કેન્સર પીડિતો પણ સાજા થયાં છે. અહીં સોના અને ચાંદીની ગોળીઓ પણ અર્પણ કરવામાં આવે છે.

Maha Shivratri 2023 : સુરતમાં 2351 કિલોના પારદ શિવલિંગ દર્શન માત્રનો મોટો મહિમા, કેન્સર પીડિતો પણ સાજા થયા
Maha Shivratri 2023 : સુરતમાં 2351 કિલોના પારદ શિવલિંગ દર્શન માત્રનો મોટો મહિમા, કેન્સર પીડિતો પણ સાજા થયા

By

Published : Feb 17, 2023, 9:42 PM IST

અહીં સોના અને ચાંદીની ગોળીઓ પણ અર્પણ કરવામાં આવે છે.

સુરત : મહાશિવરાત્રીને લઈને શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ તો લોકોએ અનેક શિવમંદિર વિશે સાંભળ્યું હશે. પરંતુ સુરતમાં એક શિવ મંદિર છે જે વિશ્વભરમાં ક્યાંય પણ નથી. સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં ભવ્ય 2,351 કિલો પારાનું શિવલિંગ છે. ભક્તોમાં શ્રદ્ધા છે કે અહીં સંકલ્પ લેનાર શિવભક્તોની કામના પારાના શિવજી પૂર્ણ કરે છે.

2351 કિલોના પારાનું ભવ્ય શિવલિંગ : સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં 2351 કિલોના પારાનું ભવ્ય શિવલિંગ છે. આ ભવ્ય શિવલિંગ જોવા માટે દેશવિદેશથી શિવ ભક્તો ખાસ આવતા હોય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી રોગ અને મુશ્કેલીઓ દૂર થાય છે. શિવ ભક્તોમાં હંમેશાથી આ પારદ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પારામાંથી તૈયાર શિવલિંગ હોવાના કારણે આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર છે.

2351 કિલો પારાનું શિવલિંગ

પારદ શિવલિંહના દર્શનનું આગવું મહાત્મ્ય :કહેવાય છે કે પારદ શિવલિંગના દર્શન કરવા માત્રથી સિદ્ધિઓ હાંસલ થઈ જાય છે. દેશભરમાં આમ તો અનેક પારદ શિવલિંગ જોવા મળે છે. પરંતુ સુરત ખાતે પારદેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય અને વિશાળ પારદ શિવલિંગ શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

તમામ પ્રકારની ધાતુઓથી સર્વશ્રેષ્ઠ પારો ગણાય છે : દેશવિદેશથી શિવભક્તો આવતા હોય છે મંદિરના મહંત બટુક ગીરી મહારાજે જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં પારાના શિવલિંગનું ઘણું મહત્વ છે. આઠ પ્રકારની ધાતુઓ હોય છે. આ તમામ પ્રકારની ધાતુઓથી સર્વશ્રેષ્ઠ પારો ગણાય છે. આ વિશ્વનું પ્રથમ શિવલિંગ છે જે 1751 કિલો પારાથી તૈયાર થયું છે. બીજી બાજુ શિવલિંગની નીચે પણ જે નાભિ વિસ્તાર છે ત્યાં પણ પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આખું શિવલિંગ 2351 કિલો પારાથી તૈયાર થયું છે. આ અતિ દુર્લભ શિવલિંગ છે જેના દર્શન માટે દેશવિદેશથી શિવભક્તો આવતા હોય છે.

કેન્સર પીડિતો સાજા થયા : સાથે તેઓએ જણાવ્યું હતું કે વાસ્તુના આધારે આ મંદિરનું નિર્માણ થયું છે અને આ ખાસ શિવલિંગની અનોખી મહિમા છે. અહીં કેન્સર પીડિત લોકો પણ સાજા થઈ ગયા છે. માત્ર સંકલ્પ લેવાથી અને સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. અહીં કેન્સર પીડિત બાળકો પણ સાજા થયા છે. જેના કારણે માનતા રાખનાર વાલીઓ સોના અને ચાંદીની ગોળીઓ પણ અર્પણ કરી ચૂક્યા છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે જીવનમાં આવનાર તકલીફ અને મુશ્કેલીઓમાંથી નીકળવા માટે પારાના શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.

અતૂટ આસ્થા : ભક્ત શિવમભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ઘણા વર્ષોથી આ શિવ મંદિરમાં આવે છે. જ્યારથી પારાના શિવલિંગની સ્થાપના થઈ છે ત્યારથી જ આ મંદિરમાં તેમની ખૂબ જ આસ્થા છે. જે પણ માનતા રાખવામાં આવે છે તે પૂર્ણ થઈ જાય છે અને આ વિશ્વમાં એકમાત્ર પારાનું હોય એવું શિવલિંગ સુરતમાં હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી ગણે છે.

ABOUT THE AUTHOR

...view details