ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News: મધ્ય પ્રદેશથી સગીરાને ભગાડી લાવેલ યુવક કોસંબામાંથી ઝડપાયો - સુરત ક્રાઈમ ન્યૂઝ

મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી એક સગીરાનું અપહરણ થયું હતું. આ અપહરણ કરનાર યુવક સગીરાને લઈને સુરતના કોસંબામાં છુપાયો હતો. કોસંબા પોલીસે ચોક્કસ બાતમીને આધારે આ યુવકને ઝડપી લીધો છે. હવે કોસંબા પોલીસ આ યુગલને મધ્યપ્રદેશની પોલીસના હવાલે કરવાની કામગીરી કરી રહી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

મધ્ય પ્રદેશથી સગીરાને ભગાડી લાવેલ યુવક ઝડપાયો
મધ્ય પ્રદેશથી સગીરાને ભગાડી લાવેલ યુવક ઝડપાયો

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 3:35 PM IST

કોસંબો પોલીસે ચોક્કસ બાતમીને આધારે પાર પાડ્યું ઓપરેશન

કોસંબાઃ સુરતના કોસંબામાં પોલીસે એક યુગલને ઝડપી લીધું છે. આ યુગલ પૈકીનો યુવક સગીરાને મધ્ય પ્રદેશથી ભગાડી લાવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કોસંબા પોલીસને આ યુગલ વિશે બાતમી મળી હતી. પોલીસ સત્વરે પગલાં લીધા અને આ યુગલને શોધી કાઢ્યું.

યુગલને મધ્ય પ્રદેશ પોલીસને હવાલે કરાશેઃ મધ્ય પ્રદેશના જિલ્લા અલીરાજપુરથી એક સગીરાને એક યુવક ભગાડી ગયો હોવાની પોલીસ ફરિયાદ કાઠીવાડા પોલીસ સ્ટેશને થઈ હતી. મધ્ય પ્રદેશ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સંદર્ભે સુરતના કોસંબા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. કોસંબા પોલીસે વિના વિલંબે રેડ પાડીને કિસનસીંગ ડામોર નામક યુવક અને અપહત્ય યુવતીને ઝડપી લીધા હતા. આ યુગલ ધામડોદ ગામની સીમમાં આવેલા બિલટેક કંપનીમાં છુપાયું હતું. કોસંબા પોલીસે મધ્ય પ્રદેશ પોલીસનો સંપર્ક કરી બેઉને મધ્ય પ્રદેશ મોકલવાની કામગીરી હાથ ધરી હતી.

આ આરોપી કોસંબા પોલીસની હદમાં હોવાની બાતમી મળતા જ અમારી ટીમે આ આરોપીને દબોચી લીધો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી હતી...એ.ડી. ચાવડા(PI, કોસંબા પોલીસ સ્ટેશન)

સુરત ગ્રામ્ય એલસીબીએ વધુ એક આરોપીને પકડ્યોઃ ચોક્કસ બાતમીના આધારે પલસાણા પોલીસ મથકે વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો છે. ઝડપાયેલ આરોપીનું નામ રોશન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પ્રતીક સુનીલ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. ફરાર આરોપીને ઝડપી લેવા એલસીબી પીઆઇ આર.બી ભટોળે ટીમને કામે લગાડી હતી. ત્યારે સુરત ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા અરવિંદને ખાનગી રાહે બાતમી મળી હતી. ફરાર આરોપી પ્રતીક સુનિલભાઈ રાઠોડ પલસાણા તાલુકાના સાંકી ગામે છે. આરોપી વિરૂદ્ધ ભૂતકાળમાં કેટલા ગુનાઓ નોંધાયા છે તે દિશામાં તપાસ હાથ ધરી આરોપીનો કબજો પલસાણા પોલીસને સોંપ્યો હતો.

  1. Surat Crime News : વાંકલ ગામના યુવકને સામાન્ય બાબતે જાનથી મારવાની ધમકી, બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ
  2. Surat Crime : સુરતના ઓલપાડ તાલુકામાં બે સગીરાનું અપહરણ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ

ABOUT THE AUTHOR

...view details