ગુજરાત

gujarat

ETV Bharat / state

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે - Chief Minister Shivraj Singh Chauhan

1લી એપ્રિલે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સુરતના છાપરાભાટા ખાતે દાંડીયાત્રામાં જોડાશે. સ્વતંત્રતા પર્વના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ઐતિહાસિક દાંડીયાત્રાના 91 વર્ષ થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12મી માર્ચથી  21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે

By

Published : Mar 30, 2021, 8:20 PM IST

  • કાર્યક્રમની શરૂઆત માટે 12 માર્ચનો દિવસ પસંદ કરાયો
  • વડાપ્રધાન મોદીએ દાંડીયાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું
  • નવસારી જિલ્લાના દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરાશે


    સુરતઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતીથી દાંડી સુધી આયોજિત દાંડીયાત્રામાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ જોડાશે. તે 1 એપ્રિલના રોજ 3:55 કલાકે સુરતના છાપરાભાટા ખાતે દાંડીપદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે. આ કાર્યક્રમની પૂર્ણાહુતી 6:00 વાગ્યે થશે, ત્યારબાદ તે સુરત એરપોર્ટથી ભોપાલ જવા રવાના થશે. આ દાંડીયાત્રા 21 દિવસ સુધી ચાલશે અને નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવશે.

    આ પણ વાંચોઃદાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી

  • સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચના રોજ સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ દાંડીયાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 12 માર્ચ 2021થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના 75 સ્થળો પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી હતી. આ દાંડી કૂચ પણ આ મહોત્સવનો એક ભાગ છે. કાર્યક્રમની શરૂઆત માટે 12 માર્ચનો દિવસ પસંદ કરાયો હતો. કારણ કે, આ જ દિવસે મહાત્મા ગાંધીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details