આ પ્રોજેક્ટ વર્ષ 2009થી શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં યશોદા બનેલી માતાઓ દ્વારા પાંચ લાખ મિલી. લીટર જેટલા દુધનું ડોનેશન કરવામાં આવ્યું હતું. જેનો લાભ 4000થી પણ વધુ નવજાત શિશુઓને આપવામાં આવ્યો છે. સુરત શહેરમાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુઓ મળી આવવાની ઘટના અનેકવાર પ્રકાશમાં આવે છે. ત્યારે આ નવજાત શિશુઓને સુરતની સ્મીમેર હોસ્પિટલના એનઆઇસીયુ વિભાગમાં સારવાર હેઠળ મુકવામાં આવે છે. આ સિવાય હોસ્પિટલમાં દાખલ કેટલીક એવી મહિલાઓ પણ હોય છે, જેનું ફિડિંગ ન થવાથી બાળક પોતાની માતાના ધાવણથી વંચિત રહેતું હોય છે. જ્યારે કેટલીક મહિલાઓ સારવાર દરમિયાન મૃત્યુ પામતી હોય છે. ત્યારે 'માં યશોદા' પ્રોજેકટ આવા જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે.
'માં યશોદા' પ્રોજેક્ટ નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન - gujaratinews
સુરત: શહેરમાં આવેલી સ્મીમેર હોસ્પિટલ દ્વારા અનાથ અને માતા વિહોણા નવજાત શિશુ માટે 'માં યશોદા' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા હોસ્પિટલમાં આવતી મહિલાઓને આ પ્રોજેક્ટની માહિતી આપવામાં આવે છે. જે મહિલાઓ નવજાત શિશુને જાણતી પણ નથી તેને પોતાનું ધાવણ ડોનેટ કરી રહી છે.
આ હોસ્પિટલમાં કાર્યરત આ પ્રોજેકટમાં મિલ્ક ડોનેટ કરતા પહેલા મહિલાઓનું સાયન્ટિફિક પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં તેમના બ્લડ સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ મહિલાઓ પાસેથી મિલ્ક ડોનેટ લેવામાં આવે છે. જે બાદ તે દૂધને પેસ્ચ્યુરાઈઝ્ડ કરવા માટેની પ્રોસેસિંગમાં મોકલવામાં આવે છે. જે મહિલાઓ પાસે લેવામાં આવેલા દૂધ બાળકો માટે આરોગ્યવર્ધક છે કે કેમ. રિપોર્ટ આવ્યા બાદ દૂધને માઇનસ 20 ડિગ્રી સેલ્શિયસ પર ફ્રીઝરમાં મુકવામાં આવે છે. જેથી દૂધ ત્રણ માસ સુધી અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના ઉપયોગમાં લઇ શકાય.
આજે મધર્સ ડે નિમિતે સુરતની આ મહિલાઓએ એક માતા તરીકેની ફરજ અદા કરી બતાવી છે. જે બાળકો માતાના ધાવણથી વંચિત છે તેવા બાળકો માટે આ મહિલાઓ સાચા અર્થમાં યશોદા તરીકે સાબિત થઈ રહી છે. એક તરફ સમાજમાં લોકો ભેદભાવ સને જ્ઞાતિ પ્રમાણેની નીતિ ચલાવતા હોય છે, ત્યાં બીજી તરફ આવી મહિલાઓ નિસ્વાર્થપણે અનાથ બાળકોને પોતાના સ્તનનું ધાવણ ડોનેટ કરી સમાજના લોકોમાં એક ઉમદા દાખલો બેસાડી રહી છે.