સુરત:રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આજે સુરતની મુલાકાતે હતા. એક કાર્યક્રમમાં તેઓએ લોકરક્ષક દળની પરીક્ષાને ( LRD Exam 2022)લઇ નિવેદન આપતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી થાય તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને સંપર્ક કરી શકે છે. યુવરાજ સિંહને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે અમે હંમેશા યુવરાજસિંહ દ્વારા પરીક્ષાને(LRD Written Exam 2022)લઇ આપવામાં આવતી ફરિયાદને ગંભીરતાથી લીધી છે.
પરીક્ષા સેન્ટર ઉપર તમામ સુવિધા -લોકરક્ષક પરીક્ષા આ અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે આ પરીક્ષાને લઇને ખૂબ કાળજી લઇ રહી છે અને એક ટોળકીને પણ પકડી પાડવામાં આવી છે. તમામ પરીક્ષા સેન્ટર (Lokarakshak Examination Center)ઉપર ઝડબેસલાક વ્યવસ્થા રહેશે. દરેક સેન્ટર ઉપર P.I નો બંદોબસ્ત છે. ખોટી વિગતોથી ભરમાશો નહિ (LRD Exam Update 2022)તકલીફ પડે તો ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરશો. પોલીસના ઉચ્ચ અધિકારી હસમુખ પટેલની આગેવાનીમાં પરીક્ષા યોજાશે.