ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમિકાને પરિણીત પ્રેમીએ દસમાં માળેથી ફેંકી મોતને ઘાત ઉતારી - Lover who attacked her with a paddle

ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમિકાને પરિણીત પ્રેમીએ દસમાં માળેથી ફેંકી મોતને ઘાત ઉતારી દેવાની ઘટના સુરતથી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર વાતચીતમાં ઝઘડો થતા બુરખામાં છુપાવેલા ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ઝપાઝપીમાં અકસ્માતે નીચે પટકાય હોવાની કેફીયાત વર્ણવી હતી. જો કે પોલીસે વધું પૂછપરછ કરતા જૂનેદે હત્યાની કબૂલાત કરી લીધી હતી

married-lover-throws-paddle-attacking-lover-from-10th-floor-to-death-surat-crime-news-atul-sonara
married-lover-throws-paddle-attacking-lover-from-10th-floor-to-death-surat-crime-news-atul-sonara

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 10:22 PM IST

પરિણીત પ્રેમીએ દસમાં માળેથી ફેંકી મોતને ઘાત ઉતારી

સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારના સુમન વંદન-2 આવાસમાં પરિણીત પ્રેમીને મળવા રાજપીપળાથી આવેલી પ્રેમિકા સાથે ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે અંતર્ગત પ્રેમિકાએ ચપ્પુ વડે હુમલો કરતા મોંઢા અને પીઠના ભાગે ઇજાગ્રસ્ત થયેલા પ્રેમીએ ચપ્પુ છીનવી લઇ પ્રેમિકાને દસમાં માળેથી ધક્કો મારી નીચે ફેંકી દેતા પ્રેમિકાનું મોત થતા પ્રેમસંબંધનો કરૂણ અંત આવ્યો હતો. આશ્ચર્યની બાબત એ છે કે રાજપીપળાની યુવતીની દોઢ વર્ષ અગાઉ પરિણીત પ્રેમીના ભાઇ સાથે સગાઇ તૂટી ગઇ હતી અને ત્યાર બાદ તેઓ ઇન્સ્ટાગ્રામ થકી સંર્પકમાં આવ્યા હતા અને પ્રેમસંબંધ બંધાયો હતો.

શહેરના જહાંગીરપુરા વિસ્તારના સુમન વંદન-2 પ્રધાનમંત્રી આવાસમાં આજ રોજ બપોરના અરસામાં 28 વર્ષીય જુનેદ નૂરમોહમંદ બાદશાહ તેની 26 વર્ષીય પ્રેમિકા સીદ્દી હબીબાબાનુ ઐયુબ સિદ્દીક સાથે ગયા હતા. જયાં તેઓ એકાદ કલાક સુધી ફ્લેટમાં રોકાયા બાદ અચાનક તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ઉગ્ર બનતા તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી જે અંતર્ગત સીદ્દી હબીબાબાનુએ જૂનેદ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં જૂનેદને મોંઢા અને પીઠના ભાગે ઇજા થઇ હતી. જૂનેદે સ્વબચાવ માટે સીદ્દી હબીબાબાનુ પાસેથી ચપ્પુ છીન્વી લીધું હતું અને તેની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હબીબાબાનુ પોતાનો બચાવ કરવામાં સફળ રહી હતી. જો કે ત્યાર બાદ જૂનેદે આવેશમાં આવી હબીબાબાનુને દસમાં માળેથી નીચે ફેંકી દેતા તેણીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

'પ્રેમિકા હબીબાબાનુનું દસમાં માળેથી પટકાતા મોત થયા બાદ ચપ્પુથી ઇજાગ્રસ્ત જૂનેદ બાદશાહ જાતે જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ગયો હતો. ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસ પણ જૂનેદ પાસે પહોંચી ગઇ હતી અને ઘટનાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે શરૂઆતમાં જૂનેદે ભાઇ સાથે સગાઇ તોડનાર હબીબાબાનુ ઇન્સ્ટાગ્રામ પર સંર્પકમાં આવતા ભાઇ સાથે સગાઇ કેમ તોડી એવું પુછ્યું હતું. આ વાતચીત માટે હબીબાબાનુને મળવા બોલાવી હતી જયાં તેણી કોલ્ડ્રીંકસ લઇને આવી હતી પરતુ તે પીવાનો ઇન્કાર કર્યો હતો. દરમિયાનમાં વાતચીતમાં ઝઘડો થતા બુરખામાં છુપાવેલા ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ઝપાઝપીમાં અકસ્માતે નીચે પટકાય હોવાની કેફીયાત વર્ણવી હતી. જો કે પોલીસે વધું પૂછપરછ કરતા જૂનેદે હત્યાની કબૂલાત કરી લીધી હતી.' -અતુલ સોનારા, ઇન્ચાર્જ પીઆઈ

ધક્કો માર્યાની કબૂલાત:ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓના ટોળા એક્ઠા થઇ ગયા હતા. જયારે પ્રેમિકાના હુમલાથી ઇજાગ્રસ્ત જૂનેદ જાતે જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતા તુરંત જ જહાંગીરપુરા પોલીસ અને ઇન્ચાર્જ પીઆઇ અતુલ સોનારા સુમન વંદન-2 આવાસ ખાતે ઘસી ગયા હતા. પોલીસે ઘટનાની તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં શરૂઆતમાં પ્રેમિકા આકસ્મિક રીતે પટકાય કે પછી પ્રેમીએ ફેંકી દીધી તે અંગેનું રહસ્ય ઘેરાય રહ્યું હતું. જો કે પોલીસે જૂનેદની આકરી પૂછપરછ કરતા તેણે ધક્કો માર્યાની કબૂલાત કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જૂનેદના નાના ભાઇ સાથે હબીબાબાનુની સગાઇ થઇ હતી પરંતુ કોઇક કારણોસર દોઢ વર્ષ અગાઉ સગાઇ તૂટી ગઇ હતી. ત્યાર બાદ હબીબાબાનુ ઇન્સ્ટાગ્રામ ઉપર જૂનેદના સંર્પકમાં આવી હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો.

રાજપીપળાથી મળવા આવેલી પ્રેમિકા હબીબાબાનુને મોતને ઘાત ઉતારનાર જૂનેદ બાદશાહના ભાઇ સાથે તેણીની સગાઇ થઇ હતી. પરંતુ કોઇક કારણોસર દોઢ વર્ષ અગાઉ હબીબાબાનુએ સગાઇ તોડી નાંખી હતી. ત્યાર બાદ બંનેના પરિવાર વચ્ચે કોઇ સંબંધ ન હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી હબીબાબાનુ અને જૂનેદ ઇન્સ્ટાગ્રામ થકી સંર્પકમાં આવ્યા હતા. જૂનેદ પરિણીત હોવા છતા હબીબાબાનુ સાથે પ્રેમસંબંધ હતા અને તેઓ અગાઉ પણ અનેક વખત મળ્યા હતા. તેવા સંજોગોમાં પ્રેમિકા સાથેના ઝઘડામાં હત્યા કરી કે પછી ભાઇ સાથે સગાઇ તોડી હોવાથી તેણીને પ્રેમજાળમાં ફસાવી ઇરાદા પૂર્વક હત્યા કરી તે અંગેનું રહસ્ય ઘુંટાય રહ્યું છે.

  1. વડોદરાના માલપુર ગામે પૂર્વ પતિએ પત્નીના બીજા પતિની કરપીણ હત્યા કરી, શિનોર પોલીસે 3ને ઝડપ્યાં
  2. સુરતમાં પત્નીએ પુત્ર અને જમાઈ સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો

ABOUT THE AUTHOR

...view details