લવ જેહાદ મામલે રાજ્યના ગૃહ પ્રધાનની લાલ આંખ સુરત:થોડા દિવસો પહેલા નવાસારી જિલ્લાના ખેરગામમાં એક લવ જેહાદની ઘટના સામે આવી હતી, આ પછી પોલીસે લવ જેહાદના ગુનેગાર આરોપીનું ગામમાં સરઘસ કાઢ્યુ હતુ. હવે લવ જેહાદની ઘટના મુદ્દે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પ્રકારના વ્યક્તિઓ સમાજ માટે દૂસણરૂપ છે. પ્રેમ નામના શબ્દને બદનામ કરનાર વ્યક્તિને પોલીસે બરાબર પાઠ ભણાવ્યો છે. કાયદાકીય પાઠ આનાથી પણ ગંભીર રીતે ભણાવામાં આવશે. આ પ્રકારના ગુનેગારો માટે આ એક સંદેશો છે.
ગૃહ પ્રધાનની લાલ આંખ:ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ આ કાર્યવાહીને ચેતવણી સમજો, આનાથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલુ જ નહીં કાયદાકીય કાર્યવાહી સાથે અન્ય કાર્યવાહી પણ કરાશે. આરોપીઓએ ખેરગામના એક યુવતીને ફસાવી હતી, હિન્દુ નામ ધારણ કરીને બીજે લગ્ન કરાવ્યા હતા, યુવતી ફરિયાદ કરવા માટે તૈયાર ના હતી કેમ કે યુવતી ગભરાયેલી હતી, જોકે, યુવતીને સમજાવ્યા બાદ તેને પોલીસમાં ફરિયાદ આપી અને બાદમાં આરોપી સામે કાર્યવાહી કરાઈ છે.
'ખેરગામની આ ઘટના ખૂબ જ દર્દનાક છે. મારા રાજ્યની એક ભોલીભલી દિકરી જોડે આ પ્રકારનું ષડયંત્ર કરવામાં આવે અને એ ષડયંત્ર થકી એ દીકરીનું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે દીકરીને પોતાની જ ઓફિસમાં કામ કરતા એક વ્યક્તિએ કાગળ ઉપર લગ્ન બતાવવામાં આવે જેથી એ યુવક પોતાની ઓળખ છુપાવી શકે અને કોઈને ધ્યાનમાં ન આવી શકે એ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.' -હર્ષ સંઘવી, ગૃહ પ્રધાન
ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ ષડયંત્રને ખુલ્લું પાડવા માટે માહિતી મળતા જ દીકરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ તો દીકરી ફરિયાદ કરવા માટે તૈયાર ન હતી દીકરીને હું મળ્યો પણ હતો. ત્યારબાદ તેમના પરિવાર અને ગામના લોકો જોડે પણ મળવાનું થયું હતું. એ દીકરી પાસે સમાજનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ફરિયાદ દાખલ કરાવી હતી. સાચી હકીકતો સાથે ફરિયાદ લખાવામાં આવી હતી. તેની સાથે સમાજના સૌ બહેનોએ સાથે મળીને દીકરીના મનમાં રહેલો ડર બહાર કાઢવામાં આવ્યો સાચી વાત પોલીસ સમક્ષ રજૂ કરી હતી.
'ફરિયાદ દાખલ થયા બાદ તે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આવા આરોપી વિરુદ્ધ એક જ સમાજ નહીં પરંતુ સ્વયંભૂ આખું ગામ બહાર રોડ ઉપર નીકળે પોલીસનો આભાર માને તેની સાથે કોઈ વ્યક્તિની હાય હાય થાય આવા દ્રશ્યો પહેલી વખત જોવા મળ્યા હતા. કારણકે આ પ્રકારના વ્યક્તિઓ સમાજ માટે દૂસણરૂપ છે. પ્રેમ નામના શબ્દને બદનામ કરનાર વ્યક્તિને પોલીસે બરાબર પાઠ ભણાવ્યો છે.' -હર્ષ સંઘવી, ગૃહ પ્રધાન
- Navsari News: ખેરગામ ખાતે લવજેહાદના ગુનાનો મુખ્ય મદદગાર ઝડપાયો
- Love jihad: મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને લગ્નના વાયદા કર્યા, દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી