સુરત : વેસુ વિસ્તાર ખાતે આવેલા મહાવીર કોલેજમાં અચાનક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચી (Mahavir College Love Jihad Case) ગયા હતા. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિદ્યાર્થીને ઢોર માર મારવા લાગ્યા હતા. કોલેજમાં ભણતા વિધર્મી વિદ્યાર્થી પર આરોપ છે કે તે એક હિન્દુ યુવતીને છેલ્લા ઘણા સમયથી છેડતી કરી રહ્યો હતો. આ યુવકને આશરે આઠથી નવ લોકોએ પહેલા ઢીક મુકીનો માર માર્યો હતો, ત્યારબાદ અચાનક જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને તેઓએ પણ આ યુવકને માર મારવા લાગ્યા હતા. તેને માર મારી કોલેજથી બહાર લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમનો વિડિયો હાલ સામે આવ્યો છે. (Surat bhagwan mahavir college)
સુરત કોલેજમાં લવ જેહાદના આરોપમાં યુવાનને ઢોર માર માર્યો
સુરતમાં ભગવાન મહાવીર કોલેજમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિધર્મી યુવાને છેડતી (Love Jihad case in Surat) મુદ્દે ઢોર માર મારવામાં આવ્યો છે. આરોપ છે કે, છેલ્લા ઘણા સમયથી આ યુવક હિન્દુ ધર્મની યુવતીની છેડતી કરી રહ્યો હતો. જેની જાણ VHPના કાર્યકર્તાઓને થઈ હતી અને આ લોકો કોલેજ પર પહોંચીને વિધર્મી યુવાનને ઢોર માર મારી કોલેજથી બહાર કાઢ્યો હતો. (Surat bhagwan mahavir college)
20 જેટલી હિન્દુ યુવતીઓને આત્મહત્યા કરવી પડીવિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો હું આને મારામારી નહીં કહીશ આ માત્ર સેલ્ફ ડિફેન્સ માટેની કાર્યવાહી છે. સમગ્ર ભારતની અંદર જે પ્રમાણે લવ જેહાદની ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષની અંદર સમગ્ર ભારતમાં 20 જેટલી હિન્દુ યુવતીઓને આત્મહત્યા કરવી પડી. તેમની હત્યાઓ પણ થઈ છે. દિલ્હીની ઘટનાએ સમગ્ર હિન્દુ સમાજને છનછેડ્યો છે. (Love Jihad case in Surat)
કાર્યકર્તાઓએ રેકી કરી હતીતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતની અંદર વિશ્વ હિન્દુ પરિષદના ખબર પડી હતી કે, મહાવીર કોલેજમાં આવું મોટું ષડયંત્ર ચાલે છે. આ માહિતી સાચી છે કે નહીં? આ માટે બે દિવસ સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ રેકી કરી હતી અને બે દિવસની રેકી પછી જાણમાં આવ્યું કે લવ જેહાદ માટે મોટુ ષડયંત્ર આ કોલેજમાં ચાલી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જે લોકો આ લવ જેહાદ પ્રેરણા આપી રહ્યા છે. તેમજ દીકરીઓના સેલ્ફ ડિફેન્સ માટે અને સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ આ કાર્યવાહી કરી છે. આવનાર દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ લવ જેહાદની ઘટના અને ધર્મ પરિવર્તન જેવી ઘટના સામે પૂરી તાકાતથી લડશે. (Surat Vishwa Hindu Parishad)