- શાકભાજી માર્કેટમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ
- પુણા કુંભારીયા રોડ APMC માર્કેટની સામે લોકોની ભીડ
- રવિવારની સવારે ફરી વખત ભીડવાળા દ્રશ્યો નજરે પડ્યા
સુરત: શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે શહેરના દરવાજા ખાતે શાકભાજી વિક્રેતાઓ ભીડ એકત્રિત કરીને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. પુણા કુંભારીયા રોડ પર આવેલા APMC માર્કેટની સામે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, કોરોનાને લઈને શનિવારે જ માર્કેટ બંધ કરાવવમાં આવ્યુ હતું. આજે રવિવારની સવારે ફરી એ જ ભીડવાળા દ્રશ્યો સામે આવ્યા હતા.
આ પણ વાંચો:દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં સુરત બીજા ક્રમે, જીમ અને થિયેટર કરાયા બંધ
મેયર હેમાલીબેન બોધાવાલા સહિત 4 કોર્પોરેટરો કોરોનાની ઝપેટમાં
સુરતમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રોજ 700 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાય છે. જો સુરતની વાત કરવામાં આવે શનિવારના રોજ નવા 760 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. આ સાથે જ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોધાવાલા સહિત 4 કોર્પોરેટરો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મ.ન.પા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા