સુરત મહાનગર પાલિકાએ તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડના ત્રીજા દિવસે વિવિધ ઝોનમાં અનેક ટીમો બનાવી બિનધિકૃત 97 બિલ્ડીંગ અને શેડ તોડી પાડ્યા છે. આશરે 2,08,534 ચોરસ ફૂટ ગેરકાયદેસર કન્સ્ટ્રકશન તોડી નાખવામાં આવ્યા છે. જ્યારે ફાયર વિભાગની કુલ15 ટિમ કે જેમાં15 અધિકારી અને 60 કર્મચારી હતા. તેઓ ફાયર સેફટીના અભાવ ધરાવનારને નોટિસ પાઠવી અથવા સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર સેફટી બાબતે 373 દુકાનો , 08 કોચિંગ ક્લાસિસ, 11 હોસ્પિટલ અને 09 કોમર્શિયલ કોમ્પ્લેસ સીલ કરાયા છે.
#SuratFireTragedy: 22 જીંદગીઓ ઉજડ્યા બાદ જાગ્યું તંત્ર, ડીમોલેશન કામગીરી હાથ ધરાઈ - Surat
સુરત: તક્ષશિલા અગ્નિકાંડના ત્રીજા દિવસે સુરત મનપા દ્વારા વિવિધ ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ડીમોલિશન તેમજ ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવા માટે મનપાએ 26 ટીમો દ્વારા 24 સ્થળો ઉપર કામગીરી કરવામાં આવી હતી. સાથે બે આર્કિટેક્ટના લાઈસેન્સ છ મહિના માટે સ્થગિત કરાયા તેમજ 8 અધિકારીઓની આંતરિક બદલી કરાઈ છે અને એક જુનિયર ઈજનેરને ફરજ ઉપર બેદરકારી દાખવવાના કારણે સસ્પેન્ડ કરાયા છે.
તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડ બાદ ઇમપેક્ટની મંજૂરી આપનાર બે આર્કિટેક્ટનું લાયસેન્સ છ માસ માટે સ્થગિત કરાયા છે. તક્ષશિલા આર્કેટના ત્રીજા માળે સમગ્ર મિલકતમાં ઇમપેક્ટની મંજૂરીમાં નિમાયેલા આર્કિટેક્ટ શાંતા પાનસૂરિયા અને એચ.એમ માંગુકિયાનું લાયસન્સ છ માસ માટે સ્થગિત કરાયા છે. મંજુરીમાં રજૂ કરેલા નકશાઓ અને સ્થળ સ્થિતિ મુજબ બાંધકામમાં સુંસગતતા ન હોવાથી છ માસ માટે સ્થગિત કરાયા છે. સાથે લાયસન્સ શા માટે કાયમી ધોરણે રદ્દ ન કરવામાં આવે તે માટે ખુલાસો માંગવામાં આવ્યા છે.
જ્યારે સરથાણા વરાછાની દુકાનોમાં ગેરકાયદેસર બાંધકામ અને તેનાથી થતી ટ્રાફિક સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા મળેલી ફરિયાદ પર કાર્યવાહી ન કરવા બદલ જુનિયર ઈજનેર હરેરામ સિંહને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરાયા છે.