સુરત: ઉમરામાં એસ.વી.એન.આઈટી કોલેજના ડ્રાઈવરને ચપ્પુની અણીએ લુંટી લેવાની ઘટના બની હતી. જો કે પોલીસ તપાસમાં આ ફરિયાદ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. ડ્રાઈવરને ઓનલાઈન જુગાર રમવાની (Accused gambling addiction )આદત હતી અને જુગારમાં તે 1 લાખ રૂપિયા હારી(Losing money in gambling) ગયો હતો જેથી લુંટનો પ્લાન બનાવી ખોટી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આગામી દિવસોમાં તેની સામે ખોટી ફરિયાદ (False complaint at Umra police station )નોધાવવા બદલ ગુનો નોંધાઈ શકે છે.
શું છે આ બનાવની ઘટના
અડાજણ સ્થિત અયોધ્યા નગરી પાસે રહેતા વિવેક કરશનભાઈ નાઈ એસવીએનઆઈટી કોલેજમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત 2 તારીખે તેઓ નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા તે સમયે અડાજણ પાલ બ્રીજ પાસે એક યુવકે તેઓને રોક્યા હતા અને બાઈક પર થોડે સુધી લઈ જાઓ તેમ કહ્યું હતું જેથી વિવેકભાઈએ તેને લીફ્ટ આપી હતી. આ દરમ્યાન બાઈક પર યુવકે વિવેકના પેટ પર ચપ્પુ મૂકી ગાડી ચુપ ચાપ બ્રીજ નીચે લઈ લે નહી તો ચપ્પુ મારી દઈશ તેમ કહ્યું હતું જેથી વિવેકભાઈએ ગભરાઈને બાઈકને ઉમરા થી પાલ જતા બ્રિજનીચે લઇ ગયા હતા. જ્યાં અગાઉથી બે ઈસમો હાજર હતા. બાદમાં ત્રણેય ઈસમોએ ચપ્પુની અણીએ મોબાઈલ ફોન, પાકીટમાં રહેલા 500 રૂપિયા,આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, એટીએમ કાર્ડ, તથા સોનાની વીટી, ચાંદીની લક્કી મળી કુલ ૫૨ હજારની લુટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈને વિવેક ભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉમરા પોલીસે અજાણ્યા ત્રણેય ઈસમો સામે લુંટનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં લુટ થઈ જ ન હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃઘલુડી હેડ ક્વોર્ટસ ખાતે સુરત ગ્રામ્ય પોલીસે શરૂ કર્યું ઘોડિયા ઘર