ગુજરાત

gujarat

ETV Bharat / state

Walk In Vaccination Campaign - પ્રથમ દિવસે જ ઓલપાડના કીમ ખાતે જોવા મળી લાંબી કતાર - Covid vaccine campaign

વિશ્વ યોગ દિવસ પર રાજ્ય સરકાર દ્વારા કોવિડ રસીકરણ (Vaccination)નું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકાના કીમ ખાતે પ્રાથમિક શાળામાં રસીકરણ (Vaccination) શરૂ થયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગામ લોકોએ કોરાના રસી (vaccine) લીધી હતી.

વેક્સિન સેન્ટર બહાર લાગી લાંબી લાઈનો
વેક્સિન સેન્ટર બહાર લાગી લાંબી લાઈનો

By

Published : Jun 21, 2021, 7:13 PM IST

  • વેક્સિનેશન સેન્ટર પર જ રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરાઈ
  • કીમ ખાતે પ્રાથમિક શાળામાં રસીકરણ શરૂ થયું
  • બહોળી સંખ્યામાં ગામ લોકોએ કોરાના રસી લીધી

સુરતઃ આજે સોમવારે વિશ્વ યોગ દિવસ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) દ્વારા કોવિડ વેક્સિનનું મહાઅભિયાન (Covid vaccine campaign) શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં ઠેર-ઠેર રસીકરણ શરૂ થયું હતું. વેક્સિનેશન સેન્ટર (Vaccination Center ) પર જ રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વેક્સિન સેન્ટર બહાર લાગી લાંબી લાઈનો

રસીકરણ કેન્દ્રમાં 200 લોકોએ રસી લીધી

ઓલપાડ તાલુકાના કીમ ખાતે પ્રાથમિક શાળામાં રસીકરણ (Vaccination) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સવાર થી જ 18 વર્ષથી ઉપરના લોકોની રસી લેવા માટે લાંબી લાઈનો લાગી હતી. આ પ્રાથમિક શાળા (primary school)માં 200 જેટલા લોકોએ રસીનો લાભ લીધો હતો. જોકે, રસી (vaccine)નો જથ્થો પૂરો થઈ જતા કેટલાય લોકો પરત ફર્યા હતા. રસીકરણ કેન્દ્ર (Vaccination Center) પર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઓલપાડ તાલુકા પંચાયતના સભ્ય સન્મુખ ધીમમર, ગામના સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

વેક્સિન સેન્ટર બહાર લાગી લાંબી લાઈનો

આ પણ વાંચોઃ દેશમાં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, રાજ્યોએ તૈયાર કર્યો એક્શન પ્લાન

વેક્સિનેશન માટે હવે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં

કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન (Vaccination) મહાઅભિયાનની શરૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણી ((Chief Minister Vijay Rupani) એ કરી હતી. ઉલ્લેખનિય છે કે, મુખ્યપ્રધાન રૂપાણીએ અગાઉ જણાવ્યું હતું કે, 21 જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથ(Vaccination Center)ની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં 24 જૂનથી લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details