સુરત: કાપોદ્રા ખાતે આવેલી બોમ્બે કોલોનીમાં રહેતા રમણ નામના ઈસમે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બુધવાર વહેલી સવારે ઘરમાં જ ગળેફાસો ખાઈ જીવન ટુકાવી લીધું હતું.
એકલતા, બેરોજગારી અને લોકડાઉન: આધેડે કર્યો આપઘાત - આપઘાત
સુરતના કપોદ્રા વિસ્તારમાં એક યુવાને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેની પત્નીના મોત બાદ એકલતા અને લોકડાઉનના કારણે કોઈ કામ ધંધો ન હોવાથી આ યુવકે કંટાળીને આ પગલુ ભર્યું હોવાનું પાડોશીએ જણાવ્યું હતું. જો કે, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

આધેડે કર્યો આપઘાત
પાડોશીઓના જણાવ્યા મુજબ, રમણભાઈની પત્નીનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું. હાલ લોકડાઉનમાં યુવક બેરોજગાર હતો. એકલતાના કારણે અથવા લોકડાઉનથી કંટાળીને રમણભાઈએ આપઘાત કરી લીધો હોય તેમ લાગી રહ્યું છે.
જો કે, આ ઘટનાની જાણ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમને આત્મહત્યાનો ગુનો નોંધી આત્મહત્યાના કારણે જાણવા વઘુ તપાસ હાથ ધરી છે.