ગુજરાત

gujarat

ETV Bharat / state

પચંરગી મિજાજ ધરાવતા સુરતલાલાનો રાજકીય મત એક...

સુરતઃ હીરા અને ટેક્સટાઈલની અર્થવ્યવસ્થાથી ચાલતા સુરતમાં સૌરાષ્ટ્રના પાટીદાર અને મૂળ સુરતીલાલાના મત નિર્ણાયક બન્યાં છે. રાજ્યના આર્થિક પાટનગર કહેવાતા સુરતનો મિજાજ ખાણી-પીણીના શોખ સાથે અવનવા રંગોનો રહ્યો છે. સુરતમાં રહેતા પરપ્રાંતિયોનો ગુજરાતના સમાજિકજીવન પ્રભાવ રહ્યો છે. સુરતના ઈતિહાસમાં જનસંઘથી સક્રિય બનેલા કાશીરામ રાણાની 1989ની જીત અનોખી ગણાય છે.

પચંરગી મિજાજ ધરાવતા સુરતલાલાનો રાજકીય મત એક...

By

Published : Apr 18, 2019, 8:59 PM IST

અહીં 2014માં ભાજપના દર્શના જરદોષ સળંગ બીજી ટર્મ માટે જંગ લીડથી જીત્યા હતાં. 2017માં હાર્દિક પટેલની લહેર હોવા છતાં પણ વિધાનસભા ચૂંટણીમાં 12 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. આમ, હાર્દિકને જન સમર્થન તો મળ્યું પણ આ જન સમર્થન જનમતમાં ન બદલાયું. જેના પગલે સુરતમાં ભાજપે ક્લિન સ્વિપ કરી. સુરતમાં મૂળ સુરતી અને સૌરાષ્ટ્ર લોબી વચ્ચે તીવ્ર હરિફાઈ જોવા મળતી હોય છે. જો કે, લોકસભામાં મોટાભાગે મૂળ સુરતી જ ઉમેદવાર જીતતો આવ્યો છે.સુરતમાં GSTનો મુદ્દો મુખ્ય છે. વેપારીઓને ટેક્સટાઈલ ઉદ્યોગની અપગ્રેડેશન યોજનામાં પુરતો લાભ મળ્યો નથી. ટેક્સટાઈલમાં મંદીને કારણે અસંખ્ય કામદારો બેરોજગાર બન્યાં છે. ડાયમંડ અને ટેક્સટાઈલમાં રિબેટનો મુખ્ય મુદ્દો રહ્યો છે. આ ઉપરાંત તાપીના શુધ્ધિકરણનું લટકતું કામ ચૂંટણી સમયે હાવી થયું છે. મોટા કાર્યક્રમોમાં દેખાતા દર્શના જરદોષ સામાન્ય લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ઉણા ઉતર્યાં છે. આ સિવાય બાંકડા વિવાદથી છબી પણ ખરડાઈ છે.

પચંરગી મિજાજ ધરાવતા સુરતલાલાનો રાજકીય મત એક...

ભાજપે આ વખતે મૂળ સુરતી એવા દર્શના જરદોષને રિપીટ કર્યાં છે, જ્યારે કોંગ્રેસે યુવા નેતા અશોક આધેવાડને મેદાનમાં ઉતાર્યાં છે. એક તરફ દર્શના જરદોષ સામે બાંકડા વિવાદનો પડકાર છે, તો બીજી તરફ કોંગ્રેસ પાસે ભાજપના ગઢ તોડવાનો મોટો પડકાર છે. હવે જોવાનું એ રહ્યું કે, GSTથી નારાજ સુરતીલાલા સુરતની સત્તા કોને સોંપશે?

ABOUT THE AUTHOR

...view details