ગુજરાત

gujarat

ETV Bharat / state

જમીન સંપાદન મુખ્ય મુદ્દો, ભાજપના પ્રભુને માટે શાખનો સવાલ - tushar chaudhary

બારડોલીઃ ખેતી અને સહકારી ક્ષેત્ર પર આધારિત બારડોલી જિલ્લામાં આદિવાસી મતદારો નિર્ણાયક રહે છે. 2009ના નવા સિમાંકનમાં બારડોલી બેઠક અલગ પડી હતી. નવી બેઠક બનતા જ કોંગ્રેસના તુષાર ચૌધરી વિજેતા બન્યા હતાં, પરંતુ 2014માં ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય પ્રભુ વસાવાને ભાજપમાં લાવી ટીકિટ આપતા અને મોદીવેવમાં ભાજપના પ્રભુ જીતી ગયાં હતાં.

ડિઝાઈન ફોટો

By

Published : Apr 19, 2019, 6:39 PM IST

રાજ્યની મુખ્યધારાના પ્રવાહથી અલગ ચાલતો આ મતવિસ્તાર વિકાસની ધારાથી પણ અળગો રહ્યો છે. આદિવાસી અને દલિત વિસ્તાર હોવાથી અહીં જાતિગત સમીકરણોની થિયરી પણ નકામી સાબિત થાય છે.

જમીન સંપાદન મુખ્ય મુદ્દો

અહીં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ-વે, ગુડ્ઝ ટ્રેન બાયપાસ જેવા પ્રોજેક્ટને લઈ ખેડૂતોની જમીનનું સંપાદન થઈ રહ્યું છે. આ જમીન સંપાદન ભાજપ માટે ખતરારૂપ છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરનો ભાવવધારો ભાજપ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે. અહીં સુગર ફેક્ટરીના વિકાસ બાબતે ખેડૂતોને ટેક્સમુક્તિનો મુદ્દો પણ મુખ્ય છે.

એસટી માટે અનામત હોવાથી આ બેઠક પર આદિવાસી ઉમેદવાર જ જીતતો આવ્યો છે. પ્રભુ વસાવા સત્તા પક્ષના હોવા છતાં સક્રિયતાનો અભાવ રહ્યો છે. એક ઓવરબ્રીજ સિવાય વસાવાએ કોઈ ખાસ કામ કર્યું નથી. કોંગ્રેસના પ્રભુ ભાજપના પ્રભુ થયાં તો પણ હજુ સુધી કોંગ્રેસની રૂઢી પ્રમાણે ચાલતા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વખતે ભાજપે પ્રભુ વસાવાને રિપીટ કર્યાં છે, જ્યારે કોંગ્રેસે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતારી ચૂંટણી જંગ રોચક બવાની દીધો છે. જેથી ભાજપ માટે આશાસ્પદ ગણાતી આ બેઠક પર મેદાન-એ-જંગ ખેલાશે.

ABOUT THE AUTHOR

...view details