સુરત : હજીરા પલસાણા હાઇવે સોનારી સ્થિત લોજીસ્ટીક કંપનીની સિસ્ટમ હેક કરી કોઈ ભેજાબાજે 2648 ઓર્ડરની એન્ટ્રી ઉભી કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ હતી. કંપનીએ ત્રણ દિવસમાં મીસો કંપનીને મળેલા ઓર્ડર લોજીસ્ટીક કંપનીએ પીકઅપ કે ડિલિવરી કર્યા જ નહોતા છતાં તેને બેથી ચાર કલાકથી લઈ એકથી બે દિવસમાં ડિલિવરી સિસ્ટમમાં હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
શું હતો સમગ્ર મામલો : સુરતના હજીરા પલસાણા હાઇવે સોનારી સ્થિત એક્સપ્રેસ બીજ બીઝીબી લોજીસ્ટીક સોલ્યુશન પ્રા. લી. કંપની મીસો, ટાટા, મયંત્રા, એમેઝોન, ફ્લિપકાર્ટ, વન એમજી, પામેજી જેવી અલગ અલગ કંપનીને ગ્રાહક પ્રોડક્ટનો ઓર્ડર કરે તે સેલર પાસે મેળવી ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે. તે માટે ડેવલોપ કરેલી સિસ્ટમ હેઠળની એક એપ મારફતે કુરીયર બોય કુરિયર સ્કેન કરી મેળવીને કંપનીની બ્રાન્ચ ઓફિસમાં આપે પછી તેની એન્ટ્રી સિક્યુરિટી ગાર્ડ રજીસ્ટરમાં કરે છે અને બાદમાં તે કુરીયર સચીન ઓફિસે આવ્યા બાદ ફરી સ્કેન કરી પીનકોડ વાઇઝ અલગ અલગ બેગો બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેની તમામ માહિતી લોજીસ્ટીક કંપનીની પુના સ્થિત ઓફિસે ઓનલાઈન જોઈ શકાય છે.
આ પણ વાંચો :પાટણ ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ હેક, રૂપિયાની માંગણી કરતા મેસેજ આવ્યા સામે