ગુજરાત

gujarat

ETV Bharat / state

લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીને માત્ર 4 કલાકમાં મળી મેડિકલ ઈમરજન્સીની પરવાનગી

સુરતમાં લોકડાઉન દરમિયાન મેડિકલ ઈમરજન્સીમાં સુરતના એક રહીશને વહીવટી તંત્રનો સારો અનુભવ થયો છે. પાંચ મહિના પહેલા થયેલા લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે દર પંદર દિવસે કરાવાતા ટેક્રોલીમસ ટેસ્ટ માટે રહીશના દીકરાએ મેડિકલ ઈમરજન્સી માટે સુરત કલેક્ટર ડો. ધવલ પટેલનો સંપર્ક કર્યો હતો. જેના માત્ર ચાર જ કલાકમાં તેમને મંજૂરી આપી દેવામાં આવતા તેમના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નનું નિરાકરણ થયું હતું.

લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર દર્દીને માત્ર 4 કલાકમાં મળી મેડિકલ ઈમરજન્સીની પરવાનગી
લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર દર્દીને માત્ર 4 કલાકમાં મળી મેડિકલ ઈમરજન્સીની પરવાનગી

By

Published : Mar 31, 2020, 11:15 PM IST

સુરતઃ દેશમાં લોકડાઉનને લઈને એક તરફ પોલીસે માનવતા મહેકાવી છે, ત્યારે બીજી તરફ સુરત કલેક્ટર ડૉ.ધવલ પટેલે પણ સુરતના રહીશને જરૂરી મેડિકલ ઈમરજન્સીની પરવાનગી આપીને ઝડપી વહીવટી તંત્રનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેસુના શુભ એન્કલેવ ખાતે છેલ્લા 15 વર્ષથી રહેતા દિનેશ ઘાયલનું ઓકટોબર,2019માં મુંબઈ કહતે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જેને લઈને દર 15 દિવસે તેમનો 'ટ્રેકોલીમસ' નામનો રિપોર્ટ કરાવવો જરૂરી હતું.

24 માર્ચના રોજ આ પરીક્ષણ કરવાનું હતું. ટેસ્ટ માટે સુરતની એક ખાનગી લેબમાં સેમ્પલ લઈને મુંબઈ મોકલવાના હતા, જોકે લોકડાઉનને પગલે બધું બંધ હોવાને કારણે તે શક્ય ન હતું. રિપોર્ટ જરૂરી હોવાને કારણે દિનેશભાઈના પુત્ર પાર્થ દ્વારા સોમવારના રોજ સુરત કલેક્ટરને ફોન કરવામાં આવ્યો હતો અને કલેક્ટર દ્વારા તેમના રિપોર્ટ મેલ કરવાનું કહેવામાં આવ્યું હતું.

મહત્વની વાત એ છે કે સોમવારે કાલે સાંજે 4 વાગ્યે મોકલાયેલા રિપોર્ટ માટે 4 જ કલાકમાં એટલે કે રાત્રે 8 વાગ્યા સુધીમાં જ કલેક્ટર ડૉ.ધવલ પટેલ દ્વારા 'મેડિકલ ઈમરજન્સી'ની પરમીશન આપી દેવામાં આવી હતી. લેબોરેટરી બંધ હોવાને કારણે પાર્થ પોતે કારમાં સેમ્પલ લઈને મુંબઈ ગયો હતો. જ્યાં ગુજરાત અને મહારાષ્ટ્ર બન્નેની સરહદે તેમજ મુંબઈની લેબમાં પણ તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સેમ્પલ તપાસ્યા બાદ રિપોર્ટમાં ટેક્રોલીમસની ખામી જોવા મળી હતી.

પાર્થ ઘાયલે જણાવ્યું હતું કે, લીવર ટ્રાન્સપ્લાન્ટમાં ટેક્રોલીમસ લેવલ 5 થી 20 હોવું જોઈએ પરંતુ મારા પિતાના રિપોર્ટમાં તે માત્ર 3.70 હતું.એનો અર્થ એ થાય કે જો આ રિપોર્ટ ન કાઢવ્યો હોત અને આ ખામી વિશે ખબર ન પડતે તો તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ કહેવાતે. જોકે રિપોર્ટબાદ તેમના દવાના ડોઝ બદલવામાં આવ્યા છે. તંત્રની ઝડપી પરવાનગીએ મારા પિતાને એક રીતે નવું જીવન અપાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details