ગુજરાત

gujarat

ETV Bharat / state

લીંબાયત પોલીસે પિસ્તલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો - Limbayat police

લીંબાયત પોલીસે બાતમીના આધારે પિસ્તલ સાથે ફરતા એક આરપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી તમંચો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તમંચો વેચવા પહેલા તેણે પોતાની પાસે સોશિયલ મીડિયામાં ફોટા મુકવા માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું

લીંબાયત પોલીસે  પિસ્તલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
લીંબાયત પોલીસે પિસ્તલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

By

Published : Jun 18, 2021, 12:04 PM IST

  • સોશિયલ મીડિયમાં છવાઈ જવા માટે યુવાનો કરતા હોઇ છે હરકત
  • આવી જ એક ઘટના સુરતમાં સામે આવી
  • એક યુવાને ફેસબુક પર પિસ્તલ સાથે ફોટા મુકવા માટે પિસ્તલ પોતાની પાસે રાખી

સુરત: ઘણી વખત સોશિયલ મીડિયમાં છવાઈ જવા માટે યુવાનો એવી હરકત કરતા હોય છે. જેને લઈને તેઓને જેલના સળિયા ગણવાનો વારો આવે છે અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં ફેસબુક પર ફોટા અપલોડ કરવાના શોખને લઈને એક લબરમુછીયાને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લીંબાયત પોલીસને બાતમીના આધારે નીલીગીરી સર્કલ પાસે ખુલ્લા મેદાનમાંથી મયુર પપ્પુ મહાજન નામના લબર મુછીયાને પિસ્તલ સાથે ઝડપી પાડ્યો હતો.

લીંબાયત પોલીસે પિસ્તલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

આ પણ વાંચોઃસાવરકુંડલાના લુવારામાં એક પીસ્તોલ સાથે 2 શખ્સો ઝડપાયા

ફેસબુક પર પિસ્તલ સાથે ફોટા મુકવા માટે તેણે પિસ્તલ ખરીદી

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મયુર લીંબાયતમાં તેના કાકાના ઘરે રહે છે અને 6 માસ અગાઉ તે વતન ગયો હતો, ત્યારે લીંબાયત રંગીલાનગરમાં રહેતા મિત્ર મહેશ ઉર્ફે ભૈયાએ પિસ્તોલ મંગાવી હતી. આથી તે વતનના મિત્ર નીખીલ ગાયકવાડ સાથે પોતાના ગામ નજીક રહેતા સંજય સરદાર પાસે ગયો હતો અને ત્યાંથી 8500 રૂપિયામાં પિસ્તલ ખરીદી હતી અને તે સુરત આવી તે મહેશ ઉર્ફે ભૈયાને વધુ પૈસા લઈને વેચવાનો હતો. ફેસબુક પર પિસ્તલ સાથે ફોટા મુકવા માટે તેણે પિસ્તલ પોતાની પાસે રાખી હતી. જેથી આ મામલે લીંબાયત પોલીસે નીખીલ ગાયકવાડ, સંજય સરદાર અને મહેશ ઉર્ફે ભૈયાને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details