સુરતઃ ભારત સરકારે ટિકટોક સહિત 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકતા દેશભરમાંથી અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વચ્ચે સાઉથ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખે સરકાર પાસે અપીલ કરી છે કે, ચીનથી આવતા મશીનો ઉપર પણ સરકાર પ્રતિબંધ લાદવામાં આવે.
ચીનથી આવતા મશીન પર પણ સરકાર પ્રતિબંધ મૂકે: ફોગવા - સાઉથ ગુજરાત વિવર્સ એસોસિયેશન ન્યૂઝ
ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકતા સુરતના વીવર્સ એસોસિએશને માંગ કરી છે કે, એપની જેમ જ ચીનથી આવતા મશીન ઉપર પણ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે.
સુરત
સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકતા સુરતના વિવર્સ એસોસિએશને માંગ કરી છે કે, એપની જેમ જ ચીનથી આવતા મશીન ઉપર પણ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે.
આ અંગે સાઉથ ગુજરાત વિવર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, જે રીતે ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. તે જ રીતે દેશના વેપારીઓને આત્મનિર્ભર બનાવવા માટે એનાથી આવતાં ઇન્ડસ્ટ્રીના મશીન ઉપર પણ પ્રતિબંધ સરકાર લગાવે.