ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા વર્ષથી સુરતની જેમ બારડોલીમાં પણ વેરામાં રાહત આપવા માગ - Swami Vivekananda Youth Union

સુરત શહેરની જેમ બારડોલીમાં પણ નવા વર્ષથી વેરામાં રાહત આપવામાં આવે તેવી માગ શહેરના સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા કરવામાં આવી છે. જેમાં રહેણાક મિલકતોમાં 50 ટકા અને બિન રહેણાક મિલકતોમાં 25 ટકાની રાહત આપવામાં આવે તેવી માગ સાથે પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

સુરતની જેમ બારડોલીમા પણ વેરામા રાહત આપવા માગ
સુરતની જેમ બારડોલીમા પણ વેરામા રાહત આપવા માગ

By

Published : Apr 1, 2021, 7:50 PM IST

Updated : Apr 1, 2021, 9:32 PM IST

  • રહેણાક મિલકતમાં 50 ટકા અને બિન રહેણાક મિલકતોમાં 25 ટકા રાહતની માગ
  • સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા પાઠવવામાં આવ્યું આવેદન
  • પાલિકા પ્રમુખને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર

સુરત: બારડોલી નગરપાલિકામાં આગામી વર્ષ 2021-22ના વેરામાં રાહત આપવાની માગ સાથે સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા પ્રમુખને આવેદનપત્ર પાઠવાવમાં આવ્યું છે.

શહેરમાં મોટા ભાગે મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ધંધા રોજગાર પર માઠી અસર થવાથી લોકોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ છે. ખાસ કરીને બારડોલીમાં મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. બારડોલીથી માત્ર 33 કિમી દૂર આવેલી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા લોકોને 50 ટકા રહેણાક અને 25 ટકા બિન રહેણાક મિલકતોના વેરામાં રાહત આપવામાં આવી છે. આવી જ રાહત બારડોલી નગરપાલિકા દ્વારા પણ આપવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.

સુરતની જેમ બારડોલીમા પણ વેરામા રાહત આપવા માગ

આ પણ વાંચોઃરાજકોટ મનપા દ્વારા વસુલાતા વેરામાં 50 ટકાની રાહત આપવા વિપક્ષની CMને રજૂઆત

નવસારી સાંસદ સી.આર.પાટીલની ભલામણ બાદ સુરતમાં આપવામાં આવી રાહત

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા સુરત મહાનગરપાલિકાને વેરામાં રાહત આપવામાં આવે તેવો ભલામણપત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ બારડોલીના સાંસદ દ્વારા આવી કોઈ ભલામણ કરવામાં આવી નથી.

બારડોલીમાં પણ આવી રાહત આપવામાં આવે તેવી માગ

બારડોલીના સાંસદનું બારડોલી શહેરમાં ધ્યાન નહીં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી વેરામાં રાહત આપવા વિનંતી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃભરૂચ નગર સેવા સદને મિલકત વેરામાં 20 ટકા સુધીની રાહત આપી

Last Updated : Apr 1, 2021, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details