- આગામી 5 દિવસો દરમિયાન વરસાદને લઈને આગાહી
- બારડોલીમાં 11 અને 13 જૂનના રોજ વાદળછાયું વાતાવરણ
- સુરત જિલ્લામાં 12મી જૂનના રોજ મધ્યમથી ભારે વરસાદની સંભાવના
બારડોલી: સુરત જિલ્લા કૃષિ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસો દરમિયાન વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. જેમાં, તાલુકાવાર કરવામાં આવેલી આગાહી મુજબ બારડોલીમાં 11 અને 13 જૂનના રોજ સંપૂર્ણ વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 10 અને 11ના રોજ હળવા વરસાદ અને 12મી જૂનના રોજ મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
કેટલાક તાલુકાઓમાં 11 અને 12 જૂનના રોજ મધ્યમ થશે વરસાદ
જિલ્લાના ચોર્યાસી, માંગરોળ, ઓલપાડ અને કામરેજ તાલુકામાં 11 અને 12 જૂનના રોજ મધ્યમ વરસાદ અને 9,10 અને 13 જૂનના રોજ અતિ હળવા વરસાદની સંભાવના છે. મહુવા તાલુકામાં 12 અને 13 જૂનના રોજ હળવા વરસાદની સંભાવના તેમજ 9થી 11 જૂન દરમિયાન અતિ હળવો વરસાદ પડી શકે છે. માંડવી તાલુકામાં આગામી 5 દિવસ દરમિયાન અલ્પ માત્રામાં જ્યારે 13મી જૂનના રોજ હળવા વરસાદ પડવાની વકી છે.