સુરત: ક્યારે શુ થઈ જાય તે આ સમયમાં કહેવું મુશ્કેલ થઈ ગયું છે. મોત તો રમકડા જેવું થઈ ગયું છે. ગમે ત્યારે પડી ભાગે છે. ત્યારે સુરતમાં કરંટ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સચિન જીઆઇડીસી ખાતે આવેલ ડાયમંડ પાર્ક શ્રી કૃષ્ણ સ્ટીલ કંપની 30 ફૂટ ઊંચા પતરાના સેડઉપર અંદરની સાઈડ પર લાઈટ બનાવવા જતા એક કર્મચારી ઉપર કરંટ લાગતા બેભાન થઇ ગયો હતો. કર્મચારી જેઓ ક્રેનની મદદથી ઊંચા પતરાના સેડ ઉપર ગયો હતો. ડાયમંડ પાર્ક શ્રી કૃષ્ણ સ્ટીલ કંપની પણ હાલ નવી જ છે. જેનું કામકાજ ચાલી રહ્યું છે.જોકે કરંટ લાગતા કર્મચારીનું અવાજ નઈ આવતા તેઓ પોતાના સાથી કર્મચારી નીચે ઉતારવા માટે ક્રેન હતી તે જતી રહી હતી ઘટના વધારે ગંભીર હોવાના કારણે અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
Surat News: પતરાની સેડમાં લાઈટ લગાવતા કર્મચારીને કરંટ લાગ્યો, શોકથી બેહોશ - Surat Sachin GIDC
સુરત સચિન જીઆઇડીસી ખાતે આવેલ ડાયમંડ પાર્ક શ્રી કૃષ્ણ સ્ટીલ કંપની 30 ફૂટ ઊંચા પતરાના સેડઉપર અંદરની સાઈડ પર લાઈટ બનાવવા જતા એક કર્મચારીને કરંટ લાગતા ઉપરની રેલિંગ પર બેહોશ થયા હતા. જેને નીચે ઉતારી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. કરંટ લાગતા કર્મચારીનું અવાજ નઈ આવતા સાથી મિત્રોને ખબર પડી કે કરંટ લાગ્યો છે.
"અમને ગઈકાલે સાંજે 7 વાગ્યા ની આસપાસ કોલ આપવામાં આવ્યો હતો જેથી અમે સચિન જીઆઇડીસી ખાતે આવેલ ડાયમંડ પાર્ક પ્લોટ નંબર 7માં પોહ્ચ્યા હતા જ્યાં હાલ તો નવી જ કંપની ચાલુ કરવામાં આવી છે જ્યાં પતરાના સેડ ઉપર અંદરની સાઈડ પર લાઈટ બનાવવા જતા એક વ્યક્તિ કરંટ લાગ્યો હતો.તે વ્યક્તિને નીચે ઉતારવા માટે સચિન જીઆઇડીસી ફાયર વિભાગ જે પ્રાઇવેટ છે તેઓ દ્વારા સુરત ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી"--દિનેશ રાણા (ફાયર વિભાગના ઓફિસર )
બેભાન થયેલા વ્યક્તિ: વધુમાં જણાવ્યું કે, પતરાના સેડ ઉપર અંદરની સાઈડ પર જવા માટે તે વ્યક્તિને ક્રેનની મદદથી ઉપર ગયો હતો. ત્યારબાદ તે સ્વિચ બોર્ડ બનાવતી વખતે તેને કરંટ લાગી જતા તે બેભાન થઇ ગયો હતો. તેમના સાથી મિત્રો દ્વારા તેમને અવાજ લગાવવામાં આવી હતી. પરંતુ તેમનો અવાજ નઈ આવતા અંતે તેઓ નીચે ઉતારવા માટે ફાયર વિભાગની મદદ લીધી હતી.અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં 30 ફૂટ ઊંચા પતરાના સેડ ઉપર અમે અમારી સીડી લગાવીને બેભાન થયેલા વ્યક્તિ નીચે લાવી 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ મોકલ્યા હતા.બેભાન થયેલા વ્યક્તિનું નામ વિજય રામદાસ ચિત્તે છે. જે 30 વર્ષના છે. તેઓ વીર નમર્દ હાઈટ્સ બેમાં કાનપુર સચિન ખાતે રહે છે.