બારડોલી: ગત 25મી ઓક્ટોબર 2017ના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં મુંજલાવ ગામે મઢી સુગર ફેક્ટરીના પડાવમાં રહેતા શ્રમિકે અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી પત્નીને માથામાં પરાઈના ઘા કરી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં બારડોલી અધિક જિલ્લા સત્ર ન્યાયાલયમાં કેસ ચાલતો હોય તેનો આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી પતિને કસૂરવાર ઠેરવી તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
બારડોલી સેશન્સ કોર્ટમાં ચાલતો હતો કેસ: શરૂઆતમાં માંડવી નીચલી કોર્ટમાં આ કેસ ચાલતા ત્યાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ માંડવીની નીચલી કોર્ટના મેજીસ્ટ્રેટે આરોપી વિરુદ્ધના ગુનાની ઇન્સાફી કાર્યવાહી ચલાવવાની સત્તા સેશન્સ કોર્ટને હોય સમગ્ર કેસ બારડોલીની અધિક જિલ્લા સત્ર ન્યાયાલયને કમીટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કેસ બારડોલી સેશન્સ કોર્ટમાં ચાલતો હતો.
સરકારી વકીલે સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા વિનંતી:બારડોલી અધિક જિલ્લા સત્ર ન્યાયાલયના ન્યાયાધીશ બી.જી. ગોલાણીએ સરકારી વકીલ એન.એચ. પટેલ અને આરોપીના વકીલની દલીલો સાંભળી હતી. ત્યારબાદ બુધવારના રોજ આ કેસની સુનાવણી દરમ્યાન સરકારી વકીલ એન.એચ. પટેલની દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આ સજા ફરમાવવામાં આવી હતી. સરકારી વકીલે આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો છે. પોતાની પત્નીને બીજા કોઈ સાથે આડા સંબંધ છે તેવા વહેમના કારણે આરોપીએ પત્ની સુમનબેન પર જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંકડી મોત નિજ્પાવેલ છે. સમાજમાં દાખલો બેસે તે માટે સખત સજા કરવા કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી.
આ પણ વાંચો Robbery case in Ahmedabad : લૂંટ કરવા આવેલા શખ્સનો વેપારીએ કર્યો પ્રતિકાર, જૂઓ CCTV
મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને આધારે આજીવન કેદની સજા:કોર્ટે તમામ દલીલો અને રજૂઆતો સાંભળ્યા બાદ 25 જેટલા મૌખિક અને 26 જેટલા દસ્તાવેજી પુરાવાઓને આધારે આરોપી તુકારામ શંકરભાઈ શિંદે (રહે ઢંઢાણે, જિલ્લો નંદુરબાર, મહારાષ્ટ્ર)ને ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબના ગુના અંગે આજીવન કેદની સજા તથા રૂ. 7500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો દંડ ન ભારે તો ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Social media side effects: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરી શકે છે
શું હતી ઘટના?: સમગ્ર ઘટના એવી હતી કે, 2017ના વર્ષમાં તુકારામ શંકર શિંદે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ઢંઢાણે ગામથી શેરડી કાપવાની મજૂરી માટે મઢી સુગર ફેક્ટરીમાં કામ અર્થે આવ્યો હતો. તેની સાથે તેનો પરિવાર પણ આવ્યો હતો. તેમનો પડાવ માંડવી તાલુકાના મુંજલાવ ગામે આવેલી ગૌચરની જમીનમાં હતા. તુકારામને તેની પત્ની સુમનબેનના અન્ય ઈસમ સાથે આડા સંબંધ છે એવી શંકા હતી આથી તેમનો વારંવાર ઝઘડો થતો રહેતો હતો. ગત 25-10-2017ના રોજ સવારે 7.15 વાગ્યાના અરસામાં તુકારામ અને સુમન વચ્ચે આ જ બાબતને લઈને ઝઘડો થયો હતો. જેમાં તુકારામે સુમનના માથામાં વચ્ચેના ભાગે પરાઈ વડે એક ઘા કર્યો હતો. ત્યારબાદ ડાબી સાઇડે બે ઘાર મારી સુમનની હત્યા કરી નાખી હતી. ઘટના અંગે માંડવી પોલીસ મથકમાં તેમની ટુકડીના મુકાદમ અનિલ શિંદેએ ફરિયાદ કરતાં પોલીસે તુકારામની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.