સુરત: પુત્રીની હત્યા (surat murder case) કરનાર પિતાને નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવા ને ધ્યાનમાં રાખતા આજરોજ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપી પિતાની ઉઘ બગડી જતા પિતાએ પોતાની જ 8 માસની દીકરીને જમીન સાથે પછાડી હત્યા (Father killed daughter in Surat) કરી હતી. જોકે ત્યારબાદ પોતે જ નવી હોસ્પિટલમાં લઇ ગયો હતો. નવી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે દીકરીને મૃત જાહેર કર્યો હતો.જોકે આ સમગ્ર મામલો પીએમ થયાં બાદ ચોકાવનારા રિપોર્ટ સામે આવ્યા હતા. જેને લઈને પોલીસે આરોપી પિતાની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી હતી.જે મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવા ને આધારે આખરે આરોપી ને આજીવન કેદની સજા (Life imprisonment for Father killed daughter) સંભળાવી છે.
ઊંઘમાંથી ઉઠીને રડવા લાગી:સુરત શહેરમાં ગત 11 મેં 2020ના રોજ સલાબતપુરા વિસ્તારમાં આવેલ રેશમવાડમાં આરોપી ઉમેશ હસન શેખ જેઓ સવારે સુતા હતા ત્યારે તેમની જ દીકરી અચાનક ઊંઘમાંથી ઉઠીને રડવા લાગી હતી જેને લઈને આરોપી ઉમેશ હસન આવેશમાં આવીને (Life imprisonment for father )પોતાની દીકરીને ઉચકીને જમીન સાથે પછાડી હતી અને ઢીકા અને મુકાનો માર માર્યો હતો. ત્યારબાદ દીકરી બેભાન થઇ જતા પોતે જ દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે દીકરીને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.