જ્યારે નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર.પાટીલ સુરત શહેરના કાપડ માર્કેટમાં પ્રચાર કરવા માટે રોડ શો યોજી રહ્યા હતા. ત્યારે કેટલાક કાપડના વેપારીઓએ તેમને ચલણી સિક્કાઓ સાથે તુલા કરી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું .આ ચલણી સિક્કાઓને સરકારની યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં આપવામાં આવશે.
લોકસભાના ઉમેદવાર સી.આર.પાટીલની ચલણી સિક્કાઓથી કરવામાં આવી તુલા - Gujarati news
સુરત: આમ તો ચૂંટણીમાં નેતાઓ જીતવા માટે પૈસાનો ભરપૂર ખર્ચ કરતા હોય છે. જેની ઉપર ચૂંટણીપંચ નજર પણ રાખે છે પણ ક્યારેય સાંભળ્યું છે કે, ચૂંટણી વખતે કોઈ પક્ષના ઉમેદવારને પૈસાથી તોલવામાં આવે..! આવો એક કિસ્સો સુરત ખાતે બન્યો છે.
સુરતનો કાપડ વેપાર કે જે જીએસટી અને નોટબંધી બાદ ભારે મંદીના સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક વખતે જે માર્કેટમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ભારે વિરોધ કાપડ વેપારીઓ કરી રહ્યા હતા અને જીએસટી વિરુદ્ધ આંદોલનની શરૂઆત સુરતથી થઇ હતી. તે જ કાપડ માર્કેટમાં જ્યારે ભાજપના નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર.પાટીલ ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમના રોડ શોનું ભવ્ય સ્વાગત વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપના ઉમેદવાર સી.આર પાટીલના વજન પ્રમાણે ચલણી સિક્કાઓને ત્રાજવામાં એક બાજુ સિક્કા રાખી બીજી બાજુ સીઆર પાટીલ ને બેસાડીને વેપારીઓએ વજન કર્યું હતું.આ સિક્કાઓને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં સમર્પિત કરવામાં આવશે.