ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat NSUI દ્વારા વિદ્યાર્થીઓના વિઝા અંગે વિદેશ મંત્રાલયને લખ્યો પત્ર - સુરત સમાચાર

સુરત NSUI દ્વારા હાલ કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઇ શકતા નથી અને તેવા વિદ્યાર્થીઓને વિઝા પણ આપવામાં આવતા નથી. જે અંગે Surat NSUI દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયને એક પત્ર મોકલવામાં આવ્યો છે.

Surat NSUI
Surat NSUI

By

Published : Jun 4, 2021, 7:01 PM IST

  • Surat NSUI દ્વારા વિદ્યાર્થીઓના વિઝા અંગે વિદેશ મંત્રાલયને લખ્યો પત્ર
  • વિદ્યાર્થીઓને હાલ કોરોના મહામારીને વિઝા આપવામાં આવતા નથી
  • બન્ને દેશો આ અંગે ચર્ચા વિચારણા કરીને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે

સુરત : Surat NSUI દ્વારા બુધવારની ભારત સરકારના વિદેશ મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યો છે કે, હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં કેટલાક વિદ્યાર્થીઓ જેમને વિદેશ જઈને ઉચ્ચ આભ્યાસ કરવા માગે છે, તેવા વિદ્યાર્થીઓને હાલ કોરોના મહામારીમાં વિઝા આપવામાં આવતા નથી. આ અંગે Surat NSUI દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.

Surat NSUI દ્વારા અમેરિકન એમ્બેસીને પણ પત્ર મોકલવામાં આવ્યો છે.

Surat NSUI દ્વારા બુધવારના રોજ ભારત સરકારના વિદેશ મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યો છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં કેટલાક વિદ્યાર્થીઓ જેઓ વિદેશ જઈને ઉચ્ચ આભ્યાસ કરવા માંગે છે, તેવા વિદ્યાર્થીઓને હાલ કોરોના મહામારીને વિઝા આપવામાં આવતા નથી. આ અંગે NSUI દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. તેની સાથે જ અમેરિકન એમ્બેસીને પણ પત્ર મોકલવામાં આવ્યો છે. જેથી બન્ને દેશો આ અંગે ચર્ચા વિચારણા કરીને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માટેની Surat NSUI દ્વારા માગ કરવામાં આવી છે.

Surat NSUI દ્વારા વિદ્યાર્થીઓના વિઝા અંગે વિદેશ મંત્રાલયને લખ્યો પત્ર

શું કહ્યું Surat NSUIના પ્રમુખે?

Surat NSUI પ્રમુખ મનીષ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘણા સમયથી એટલે કે કોરોના કાળ ચાલુ થયો છે તે સમયથી જ વિદ્યાર્થીઓના વિદેશ ભણવા માટે જતા હોય છે, પરંતુ તેમને હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે વિઝા આપવામાં આવતા નથી. આથી ઘણા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. જો ભારત સરકારના વિદેશ મંત્રાલય અને અમેરિકાના એમ્બેસી બન્ને આ અંગે કોઈ યોગ્ય નિણય લે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે નહીં.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details