માર્કેટનું એલ્યુમિનિયમનું સ્ટ્રક્ચર
રઘુવીર માર્કેટની શોભા વધારવા માટે બિલ્ડર દ્વારા માર્કેટના મુખ્ય બિલ્ડિંગમાં નિયમનો સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. આગ લાગ્યા બાદ એક એક માળ પર તમામ દુકાનોમાં આગ લાગી, પરંતુ આ એલ્યુમિનિયમના જ પ્રકારના કારણે ફાયર વિભાગના જવાનોને આગ ઓલવવા માટે ભારે જહેમત કરવી પડી હતી. આ એલ્યુમિનિયમના સ્ટ્રક્ચરને ફાયરના જવાનો તોડી આગ ઓલવાનું કામગીરી હાથ ધરી હતી.
સુરતમાં રઘુવીર માર્કેટની ભીષણ આગ કેમ નથી ઓલવાતી જાણો કારણ.. એક માળ પર આગ ઓલવે તો તુરંત જ બીજા માળે આગ ફાટી નીકળી
આગ એટલી ભીષણ હતી કે, ફાયર વિભાગ એક માળ પર આગ ઓલવે તો તુરંત જ બીજા માળે આગ ફાટી નીકળી હતી. બીજી તરફ જ્યાં આગળ આગ ઓલવવામાં આવી હતી ત્યાં 6થી 7 વાર ફરી આગ ફાટી નીકળી હતી. જેની પાછળનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિક વાયરમાં સતત ફાયર થતું હતું. બીજી તરફ કાપડનો માલ હોવાથી પણ આગ જલ્દી ઓલવાઈ ન શકી. જો કે ફાયર વિભાગ દ્વારા તમામ વીજળીના ઉપકરણો બંધ કરી દેવામાં આવ્યા હતા અને સેન્ટ્રલ એસી, ઇન્ડોર અને આઉટડોર બોક્સમાં સતત ધડાકો થતો હતો.
મોટાભાગે સિન્થેટિકના કાપડો મૂકવામાં આવ્યા
આગ ન ઓલવાઈ તેના પાછળનું ત્રીજુ કારણ છે કે, માર્કેટમાં આશરે 600 જેટલી કાપડની દુકાનો આવી છે, જેમાં મોટાભાગે સિન્થેટિકના કાપડો મૂકવામાં આવ્યાં છે. જેમાં ડ્રેસ મટીરીયલને લઈ સાડી અને ચણીયાચોલી હતા, કાપડમાં આગ લાગતા આગ વધુ વિકરાળ થઈ ગઈ હતી. હાલ લગ્નની સિઝન છે અને મે મહિના સુધી કાપડની ખરીદી દેશભરના લોકો સુરતથી કરતા હોય છે, આજ કારણ છે કે, વેપારીઓ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો નહીં માર્કેટમાં મુક્યો હતો.