ખેડૂત સમાજના અગ્રણીઓ ઓફિસની જગ્યાએ હડપ કરવાના ફિરાકમાં હતા: પુરુષોત્તમ ફાર્મર સુરત:છેલ્લા ઘણા વર્ષોથી સુરત જહાંગીરપુરા વિસ્તાર ખાતે આવેલ પુરુષોત્તમ ફાર્મરની મિલકત પર ખેડૂત સમાજની ઓફિસ જર્જરિત હોવાના નામે ગુજરાત ખેડૂત સમાજની ઓફિસને તોડી પાડવામાં આવી હતી. ખેડૂત સમાજ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સત્તાના જોડે આ ઓફિસ તોડી પાડવામાં આવી છે. જ્યારે પુરુષોત્તમ ફાર્મર્સના પ્રમુખે જણાવ્યું હતું કે ખેડૂત સમાજના અગ્રણીઓ આ ઓફિસની જગ્યાએ હડપ કરવાની ફિરાકમાં હતા. ગેરકાયદેસર વીજ જોડાણ કરી અઢી લાખનો ફટકો પણ લગાવ્યો છે.
તોડી પાડવામાં આવ્યા: ઓફિસ મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ અને પુરુષોત્તમ ફાર્મરની લડત હવે જગ જાહેર થઈ ગઈ છે. પુરુષોત્તમ ફાર્મરની મિલકતમાં આવેલ કાર્યાલય નંબર ત્રણ અને ચાર 51 વર્ષના ભાડા કરાર હેઠળ ગુજરાત ખેડૂત સમાજને આપવામાં આવી હતી. પરંતુ પુરુષોત્તમ ફાર્મરની મળેલી સામાન્ય સભામાં આ ભાડા કરાર રદ કરી ખેડૂત સમાજની ઓફિસને સીલ મારી તેને તોડી પાડવામાં આવ્યા હતા. પુરુષોત્તમ ફાર્મર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જર્જરિત મિલકત હતી. સ્ટેબિલિટી રિપોર્ટના આધારે તેને તોડી પાડવામાં આવી હતી. જ્યારે ખેડૂત સમાજના આગેવાનોએ આને સત્તાના જોરે કરાયેલ કાર્યવાહી ગણાવવામાં આવ્યું હતું.
"સુરત મહાનગરપાલિકા મિલકત જર્જરિત હોવાના કારણે અનેક વાર નોટિસ આપવામાં આવી હતી. સ્ટેબિલિટી રિપોર્ટ પણ બતાવવામાં આવી હતી એટલું જ નહીં, પચાવી પાડવાના ઉદ્દેશથી ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા મનપામાં આકારણીમાં નામ દાખલ થાય અરજી પણ કરવામાં આવી હતી. આ અંગે તેઓએ અમારી પાસેથી એનઓસી પણ લીધી નહોતી. મિલકત જર્જરી થવાના કારણે અમે તેમને જાણ પણ કરી હતી અને આ કાર્યવાહી કરવામાં આવી છે. ખેડૂત સમાજ દ્વારા લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ખોટો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે અમે બળજબરીથી તેમની પાસે ઓફિસ ખાલી કરાવી છે.-"મનહરભાઈ પટેલ (પુરુષોત્તમ ફાર્મરના પ્રમુખ)
કાર્યવાહી હાથ ધરીશું:ઉપપ્રમુખ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત સમાજ દ્વારા ખોટી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો હજી પણ વિરોધ કરાશે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. હાલ જે ખેડૂત આગેવાન છે તેઓ જામીન પર છે. આવી રીતે ભ્રામક પ્રચાર કરવા માટે પણ તેમની ઉપર કેસ કરવામાં આવશે. તે અંગેની પણ અમે કાર્યવાહી હાથ ધરીશું. તેઓએ ગેરકાયદેસર રીતે વીજ જોડાણ કરી અઢી લાખ રૂપિયાના વીજ ચોરી કરી ચૂક્યા છે અને તેને દંડ ભરવાની પ્રક્રિયા અમે કરી છે.
ખેડૂતો માટે અનેક પ્રવૃત્તિ:આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત સમાજ ગુજરાત વર્ષોથી ખેડૂતોના હિત માટે કાર્યરત છે અને અનેક લડત લડતો આવ્યો છે. ખેડૂત સમાજ ગુજરાતની મુખ્ય ઓફિસ સુરતના જહાંગીરપુરા ખાતે કાર્યરત હતી. છેલ્લા છ વર્ષથી આ ઓફિસમાં ખેડૂતો માટે અનેક પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ લડત હવે તેઓ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મીટીંગ યોજી ચલાવશે. ઠેર ઠેર મિટિંગ યોજી લડત ચલાવવામાં આવશે. આગામી બીજી સપ્ટેમ્બરના રોજ ભરૂચના વાલિયા ખાતે લડત શરૂ કરાશે.
- C R Patil: INDIA ગઠબંધનમાં PM પદ માટે ઘણા દાવેદાર, એ જ તેમના માટે લાભદાયક અને નુકસાનકારક સાબિત થશે: પાટીલ
- One Nation One Election: 1952-67 સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ, કાયદા પંચે પણ આપ્યા સૂચનો