- વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરતની મુલાકાતે
- સુરતમાં પ્રાથમિક સુુવિધાના અભાવે લોકો પરેશાન
- કોંગ્રેસ 50 ટકા નવા ચહેરાઓને ટિકિટ આપશે :ધાનાણી
સુરત : શહેરના પાટીદાર વિસ્તાર ગણાતા કાપોદ્રા વરાછા ખાતે આજે કોંગ્રેસ પ્રદેશ ના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરતની મુલાકાતે હતા. શહેરના પાટીદાર વિસ્તારના બે સ્થળો પર તેઓએ મહા જન સભા અભિયાન હેઠળ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા .ભાજપ સરકાર ઉપર નિશાન સાંધતા તેઓએ જણાવ્યું હતું કે, સુરતમાં મંદી બેરોજગારી મોંઘવારી સિવાય પાણીની સમસ્યા અને સફાઈ ના પ્રશ્નો કે લોકો પરેશાન છે.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 50 ટકા નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવશે : પરેશ ધનાણી 1 લાખ હેકટર જમીન અને ગૌચર જમીન ઉદ્યોગપતિઓને ફાળવી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાને પોતાના ધનવાન મિત્રોને સાચવવા પડતર જમીન ફાળવવાનું જાહેર કર્યું છે.બીજી તરફ લાખો ખેડૂતો સિંચાઈ અને વીજળી વગર વલખા મારી રહ્યા છે. શહેરોમાં 100 વાર જમીનનો પ્લોટ આપતા નથી. ભાજપ શાસનમાં 1 લાખ હેકટર જમીન અને ગૌચર જમીન ઉદ્યોગપતિઓને ફાળવી દીધી છે. હવે આ નવું લાવ્યા છે.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 50 ટકા નવા ચહેરાઓને ટિકિટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 50 ટકા નવા ચહેરાઓને ટિકિટ આપશે. કોંગ્રેસ નેતાગીરી લોકોની પસંદગી ના ઉમેદવારો જાહેર કરશે.